સરહદને લઇ આ બે રાજયો બાખડી પડ્યા, ગૃહ મંત્રાલયે બોલાવી તાબડતોડ બેઠક

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અસમ (Assam) અને મિઝોરમ (Mizoram) ની સરકારો રાજ્યની સરહદ પર હિંસક ઝડપ (Border violence) બાદ સ્થિતિ પર ચર્ચા કરવા માટે રવિવારના રોજ કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી. આપને જણાવી દઇએ કે હિંસક અથડામણમાં કેટલાંય લોકો ઘાયલ થયા છે. વિસ્તારમાં સ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે. મિઝોરમના કોલાસિબ જિલ્લા અને અસમના કછાર જિલ્લાની સરહદ પર આ ઘટના બની છે.

અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ (Sarbananda Sonowal) એ PMO અને ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) ને માહિતી આપી છે. અસમ સરકારે એક નિવેદનમાં કહ્યું કે તેમણે મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગા (Zoramthanga) સાથે ફોન પર વાત કરી અને સરહદના મુદ્દા અને વિવાદોને ઉકેલવા સંયુકત પ્રયાસો પર જોર આપ્યું. જોરમથાંગા એ સોનોવાલને આંતર-રાજ્ય સરહદ પર શાંતિ બનાવી રાખવા અને પરસ્પર સહયોગના પ્રયાસોનું આશ્વાસન આપ્યું.

મિઝોરમ સરકાર પર ખરાબ સ્થિતિના લીધે કેન્દ્ર સાથે વાતકરવા પહોંચી. રાજ્ય સરકારે કહ્યું કે તેમણે હિંસા પર ચર્ચા માટે એક કેબિનેટ બેઠક કરી. સ્થિતિની સમીક્ષા કરવા બંને રાજ્યોની વચ્ચે કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાની અધ્યક્ષતામાં એક બેઠક યોજાશે. મિઝોરમના ગૃહમંત્રી લાલચામલિયાના એ કહ્યું કે બંને રાજ્યોના મુખ્ય સચિવ બેઠકમાં હાજર રહેશે.

આપને જણાવી દઇએ કે સરહદના બંને બાજુ રહેતા લોકો એક કોવિડ પરીક્ષણ કેન્દ્ર પર બાખડી પડ્યા. શનિવારના રોજ હિંસા ભડકી. સ્થાનિક લોકોના મતે સરહદના મિઝોરમના કેટલાંક યુવક લાયલપુર આવ્યા અને ટ્રક ચાલકો અને ગ્રામીણો પર હુમલો કર્યો અને 15થી વધુ નાની દુકાનો અને ઘરોને સળગાવી દીધા. સ્થાનિક લોકોએ પણ જવાબી કાર્યવાહી કરી.

હાલમાં નોર્થ-ઇસ્ટના રાજ્યો મિઝોરમ, અસમ અને ત્રિપુરાની સરહદો પર નાના-નાના છમકલા થઇ રહ્યા છે. તેના લીધે છેલ્લાં કેટલાંક સમયથી તણાવની સ્થિતિ બનેલી છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •