કોરોનાની સાથે ડેંન્ગ્યુ અને ઘાતક વાયરલ ફીવરનો પ્રકોપ: પશ્ચિમ બંગાળ, યુપીમાં વધ્યા કેસ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નવી દિલ્હી,તા.14
કોરોનાની સાથોસાથ અનેક રાજયોમાં ડેંન્ગ્યુ તેમજ ઘાતક વાયરલ ફીવરનો પ્રકોપ વધી રહ્યો છે.દેશભરમાં ડેંન્ગ્યુ સહિતના અનેક પ્રકારના વાયરલ ફીવરના કેસ સામે આવી રહ્યા છે. તેમજ સૌથી વધુ બાળકો તેની જપેટમાં આવી રહ્યા છે.

પં.બંગાળ તેમજ યુપીમાં કેસોના સતત વધારો થઇ રહ્યો છે. તેમજ યુપીના ફિરોઝાબાદમાં સૌથી વધુ પ્રકોપ જોવા મળ્યો છે.
સ્વાસ્થય વિભાગમાં અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, પં.બંગાળના જલપાઇગુડીમાં તાવ અને અપચાને કારણે 130 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તો અન્ય માહિતી મુજબ યુપીમાં ડેન્ગ્યુના કારણે વધુ બે મોત સામે આવતા હવે કુલ આંક 60એ પહોંચ્યો છે.

યુપીમાં સોમવારે વાયરલ તાવના 60 નવા કેસ સામે આવ્યા હતા. ફિરોઝાબાદમાં ડેન્ગ્યુના પ્રકોપ વચ્ચે તેના ટેસ્ટના તાવ નિયમ કરવામાં આવ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને બિહારમાં પણ ડેન્ગ્યુ, મલેરિયા સહિતની સિઝનલ બીમારીનો કહેર વર્તાઇ રહ્યો છે. જેના પગલે કેન્દ્રએ રાજયો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને મચ્છરજન્ય રોગોને રોકવા માટેની ગતિવિધિઓ વધુ તેજ કરવાનો નિર્દેશ કર્યો છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •