ભરૂચ:GNFC નું મીઠ્ઠું પાણી બંધ કરાતા સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચનું હિત જેને હૈયે વસેલું છે એવા સાંસદ મનસુખ વસાવાએ ભરૂકવાસીઓની તકલીફોના નિવારણ હેતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર પાઠવી રજૂઆત કરી હતી.જેમાં ભરૂચ શહેરના ભોલાવ,ઝાડેશ્વર વિસ્તાર,તેમજ આસપાસની સોસાયટીઓમાં GNFC દ્વારા અપાતું મીઠ્ઠું પાણી બંધ કરાતા તેને પુન:શરૂ કરવા માંગ કરી હતી.

સાંસદ મનસુખ વસાવા દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલ પત્રમાં ઉલ્લેખાયા મુજબ ભરૂચના ભોલાવ,ઝાડેશ્વર તેમજ આસપાસની સોસાયટીઓને આપવામાં આવતું મીઠ્ઠું પાણી GNFC દ્વારા કોઇ પણ કારણ વગર અચાનક બંધ કરી દેવાયું છે.જેનાથી પ્રજાને હેરાનગતી વેઠવા સાથે મજબુરીથી ખારૂં પાણી પીવું પડે છે.આ અંગે ભરૂચ કલેકટર દ્વારા પણ મીઠ્ઠું પાણી આપવાની રજૂઆત છતાં તેમની વાત GNFC માનવા તૈયાર નથી. માટે તાકીદે મીઠ્ઠું પાણી આપવા ભરૂચ જિલ્લાની પ્રજા વતી આપને વિનંતિ છે. જે વર્ષોથી GNFC દ્વારા આસપાસની સોસાયટીઓમાં પાણી આપવામાં આવતું હતું તે ફરી શરૂ કરવામાં આવે તેવી પ્રજા વતી માંગ કરી હતી.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.