પટવા ટોલી ગામે આઇ ટી ક્ષેત્રના ૩૦૦થી વધુ એન્જિનિયર આપ્યા છે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

બોધગયા,14, નવેમ્બર,2020,શનિવાર

કથડતી જતી શિક્ષણ વ્યવસ્થા માટે વગોવાતા બિહાર રાજયના ગયા જિલ્લાના પટવા ટોલી નામનું ગામ આઇટી હબ બની ગયું છે. આ ગામે અત્યાર સુધી છેલ્લા ૨૫ વર્ષમાં ૩૦૦ થી વધુ આઇ ટી ક્ષેત્રના એન્જિનિયરો આપ્યા છે. દર વર્ષે ૧૦ થી ૧૫ યુવાનો આઇઆઇટીની પ્રવેશ પરીક્ષા પાસ કરે છે. સાધારણ સુવિધાઓ વચ્ચે પણ ગ્રામીણ યુવાનો ધારે તો ઘણી પ્રગતિ કરી શકે છે તેનો દાખલો બેસાડયો છે.
૯ હજારની વસ્તી ધરાવતું પટવા ટોલી ગામ તેજસ્વી યુવાનોના લીધે દેશમાં જાણીતું બન્યું છે.

૧૯૯૨માં પટવા ટેલી ગામમાં વણાટકામ કરતા જીતેન્દ્રસિંહ નામના યુવાને પ્રથમ વાર મુંબઇ આઇઆઇટીમાં એડમિશન મેળવ્યું હતું. ત્યારબાદ આ યુવાન ગામના યુવકો માટે રોલ મોડેલ બની ગયો હતો. તેના માંથી અનેક પ્રેરણા લઇને પરીક્ષાની તૈયારી કરીને સફળતા મેળવી છે આ સિલસિલો આજે પણ યથાવત છે. આઇઆઇટીમાં સ્ટડી કરીને આ ગામના અનેક યુવાનો મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે. જીતેન્દ્રસિંહ અને અન્ય સકસેસ યુવાનોએ નોકરી મેળવી હોવા છતાં ગામને ભૂલ્યા નથી. તેઓ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ આવવા પ્રયત્નશીલ અનેક યુવાનોને સ્ટડી મટેરિયલથી માંડીને બધીજ મદદ કરે છે. એકઝામની કેવી રીતે તૈયાર કરવી તેની ટિપ્સ પણ આપે છે. આ ગામ પાસે એન્જિનિયરિંગ ક્ષેત્રના યુવાનોએ એક ગૃપ ઉભું કર્યું છે જે હંમેશા ગામના યુવાનોના ટચમાં રહે છે. ગામની નવી પેઢીને પરંપરાગત કામ છોડીને શિક્ષણની નવી દુનિયાનો પરીચય કરાવે છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •