છત્તીસગઢ / બીજાપુરમાં નક્સલી હુમલા બાદ 21 જવાન હજુ પણ લાપતા, ફરી શરૂ કરાયું સર્ચ ઓપરેશન, 5 જવાન થયા હતા શહીદ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

છત્તીસગઢના બીજાપુરમાં 200 જેટલા નક્સલીયો અને સેના વચ્ચે મોટી અથડામણ થઇ હતી. જેમાં સેનાના 5 જવાન શહીદ થયા હતા જ્યારે 21 જવાન હજુ પણ લાપતા છે. સર્ચ ઓપરેશન શરૂ કરાયું.

 • બીજાપુરમાં સેના અને નક્સલીયો વચ્ચે અથડામણ
 • મોટી અથડામણમાં 5 જવાન શહીદ
 • 21 જવાન હજુ પણ લાપતા, સર્ચ ઓપરેશન શરૂ

ગઇકાલે છત્તીસગઢના બીજાપુર જિલ્લાના તરરેમમાં 200 નક્સલીયોની સાથે અથડામણ થઇ હતી. છત્તીસગઢ પોલીસના જણાવ્યા અનુસાર, ગઇકાલે સુકમા અથડામણ બાદ ઓછામાં ઓછા 21 જવાન લાપતા છે. જવાનોની શોધખોળ માટે આજે સવારે ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.
અથડામણમાં શહીદ થયેલા 5માંથી 2 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. કોબરા કમાન્ડોના એક જવાનનો મૃતદેહ એરલિફ્ટ કરી જગદલપુર મોકલાયો છે. તો અથડામણમાં કેટલાક જવાન ઇજાગ્રસ્ત પણ થયા છે. ઇજાગ્રસ્ત જવાનોમાં, 23ને બીજાપુર હોસ્પિટલમાં અને 7ને રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને ઘટનાની તપાસમાં લાગી છે.

માહિતી અનુસાર, અથડામણમાં 9 નક્સલિયોના પણ માર્યા જવાના સમાચાર હતા. હાલ એક મહિલા નક્સલીનો મૃતદેહ મળી આવ્યો છે. માહિતી અનુસાર, DRGના જવાન એક ઑપરેશનથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના વાહનને નક્સલીઓએ નિશાન બનાવ્યા હતા.

હુમલાની પુષ્ટિ કરનારા એસપી મોહિત ગર્ગે જણાવ્યું કે, ઘાત લગાવીને બેઠેલા નક્સલીયોને જવાનોની બસ પર હુમલો કર્યો. અથડામણમાં ઇજાગ્રસ્ત જવાનોના રેસ્ક્યૂ માટે 2 MI 17 હેલિકૉપ્ટર બીજાપુર મોકલાયા હતા.

વીર શહીદોના બલિદાનને ક્યારે નહીં ભૂલાવી શકાયઃ પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંદ્રી મોદીએ શનિવારે છત્તીસગઢમાં નક્સલીઓ સાથેની અથડામણમાં સેનાના જવાનોના શહીદ થવા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, તેમના બલિદાનને ક્યારેય નહીં ભુલાવી શકાય. મારી સંવેદના છત્તીસઘઢમાં માઓવાદિયોથી લડતા શહીદ થનારા જવાનોના પરિવારજનો સાથે છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

આ પહેલા ગત મહિને માર્ચમાં નક્સલીયોએ જવાનો ભરેલી બસને IED બ્લાસ્ટથી ઉડાવી દીધી હતી. જેમાં 5 જવાન શહિદ થઇ ગયા હતા. જવાનોની બસ પર આ હુમલો નારાયણપુરમાં થયો હતો.

માહિતી અનુસાર, DRGના જવાન એક ઑપરેશનથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના વાહનને નક્સલીઓએ નિશન બનાવ્યા હતા. હુમલાની પુષ્ટિ કરનારા એસપી મોહિત ગર્ગે જણાવ્યું કે, ઘાત લગાવીને બેઠેલા નક્સલીયોને જવાનોની બસ પર હુમલો કર્યો.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •