નર્મદા ડેમ / ‘નમામી દેવી નર્મદે’ ઉત્સવ નિમિત્તે ડેમ આવતી કાલે ઓવરફ્લો થશે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નર્મદા ડેમ આજે 138થી પણ ઉપરની સપાટીએ વહી રહ્યો છે. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે તે ગુજરાત માતા હિરાબાને મળવા આવશે અને સાથે સાથે રેવાને પણ પ્રણામ કરશે. આ માટે છેલ્લા કેટલાય દિવસોથી નર્મદા ડેમમાં પાણીનો સંચય કરવામાં આવી રહ્યો છે જેને પગલે આવતી કાલે ડેમ ઓવરફ્લો થશે. વાજતે ગાજતે ‘નમામી દેવી નર્મદે’ ઉત્વસ ઉજવાશે

 • આવતીકાલે નર્મદા ડેમ થશે ઓવરફ્લો
 • પીએમ નરેન્દ્ર મોદી કરશે મા રેવાની મહાઆરતી
 • 1000થી વધુસ્થળોએ નમામિ દેવી નર્મદે ઉત્સવની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસ ગુજરાતમાં મનાવવાના છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બે દિવસીય ગુજરાત પ્રવાસમાં આવી રહ્યાં છે. આ સાથે તેઓ જન્મ દિવસે સરદાર સરોવર ડેમની ઐતિહાસિક સપાટીનો ઉત્સવ ‘નમામી દેવી નર્મદે’ની ઉજવણી કરીને નર્મદાનાં નીરનાં વધામણાં કરશે.

પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસમાં 16 સપ્ટેમ્બરનાં રોજ રાતે 10 વાગ્યા પછી અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. જ્યાં સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડળ દ્વારા તેમનું સ્વાગત કરાશે. ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં આવેલ રાજભવનમાં રાત્રિરોકાણ કરશે.

હાલ શું હશે નર્મદા ડેમની સ્થિતિ
ડેમમાં હાલ પાણીની સપાટી 138.62 મીટર પહોંચી છે. આ જળસપાટીને તંત્ર દ્વારા 6 સે.મી ઘટાડવામાં આવી છે. ડેમમાં પાણીની આવક 4 લાખ 36 હજાર ક્યુસેક થઈ હતી જેથી ડેમના 23 દરવાજા ખોલી નાંખવા પડ્યા છે. નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

સવારે માતાના આર્શીવાદ લઈને પહોંચશે કેવડિયા
17 સપ્ટેમ્બરે માતા હીરાબાનાં વહેલી સવારે આશીર્વાદ લેવા જશે. ત્યારબાદ સવારે 7.45 વાગ્યે કેવડિયા હેલિપેડ પર આગમન થયા બાદ 8 વાગ્યે કેવડિયા પહોંચશે અને પીએમ મોદી સરદાર સરોવર ડેમ પહોંચીને નર્મદા મૈયાનાં વધામણાં કરશે. સવારે 9.30થી વિવિધ વિકાસના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ 9.30થી 10 વાગ્યા સુધીમાં વિવિધ કાર્યક્રમો શરૂ થશે. 11થી 12 વાગ્યા સુધીમાં પબ્લિક મીટિંગ રાખવામાં આવી છે. બપોરે 2 વાગ્યે ગાંધીનગર સચિવાલય ખાતે આવશે. પીએમ મોદી રાજભવન ખાતે આયોજિત વિશેષ બેઠકમાં હાજરી આપશે.

1000થી વધુસ્થળોએ નમામિ દેવી નર્મદે ઉત્સવની ઉજવણી
ગુજરાતના 1000થી સ્થળોએ નર્મદા મૈયાના ગુણગાન ગાતો નમામિ દેવી નર્મદેના ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. 17મી સપ્ટેમ્બરે સવારે દસ કલાકે આ ઉત્સવની ઉજવણીનો મહાઆરતી સાથે તેનો આરંભ કરવામાં આવશે.આ ઉત્સવમાં સાધુ સંતો સામાજિક સેવા સંસૃથાઓ, સમાજના શ્રેષ્ઠીઓ અને પ્રજાનો ભાગ લેશે અને ઉમંગ ઉલ્લાસથી તેની ઉજવણી કરશે.

મૃંદગના તાલે કરાશે મા નર્મદાની આરતી
ગુજરાતના દરેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા સહિતના વિસ્તારોમાં મહોત્સવનો માહોલ ખડો કરીને મા નર્મદાના વધામણા કરવામાં આવશે. મંત્રોચ્ચાર કરીને નર્મદાની આરતી કરવામાં આવશે. ઢોલ,નગારા અન ત્રાંસના નાદ વચ્ચે ભવ્યાતિભવ્ય ઊજવણી કરવામાં આવશે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.