ગુજરાતના વાહનચાલકો હવે RTOમાં લર્નિંગ લાઇસન્સ કઢાવી શકશે નહીં આ જગ્યાએ જવું પડશે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

16 સપ્ટેમ્બરના રોજ લાગુ થયેલા ટ્રાફિકના નવા નિયમો પછી રાજ્યના તમામ RTO પર કામનું ભારણ વધ્યું છે, જેના કારણે વાહન વ્યવહાર કમીશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે RTOમાં લર્નિંગ લાઇસન્સ નહીં નીકળે. કામનું ભારણ વધવાના કારણે RTOની કામગીરી રવિવારે પણ શરૂ રાખવા માટે સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. RTOમાં હાલ લર્નિગ લાઈસન્સ કઢાવવા માટે દોઢથી બે મહિનાનું વેઇટીંગ આવી રહ્યું છે. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એક રિપોર્ટ અનુસાર આગામી દિવસોમાં લર્નિંગ લાઈસન્સની પ્રક્રિયાને લઇને વાહન વ્યવહાર કમીશનર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર આગામી દિવસોમાં લર્નિંગ લાઇસન્સ કાઢવાની પ્રક્રિયા RTOમાં થઇ શકશે નહીં કારણ કે, હવેથી લર્નિંગ લાઈસન્સ કાઢવાની કામગીરી ITIને આપવામાં આવી છે અને ITIને એક લાઈસન્સ કાઢવાના બદલમાં 100 રૂપિયા ચૂકવવામાં આવશે. આ રકમથી RTI તેમના કર્મચારીઓને પગારની ચૂકવણી કરશે. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા 11 ઓક્ટોબરના રોજ તાલીમ ગોઠવવામાં આવી છે. વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સાત દિવસ સુધી લર્નિંગ લાઈસન્સની પ્રક્રિયા RTOમાં જ ચાલશે અને પછીથી ITIમાં લાઈસન્સ કઢાવવા જવું પડશે.

આ ઉપરાંત નવા નિયમો અનુસાર વાહન ચાલકને લર્નિંગ લાઈસન્સની સાથે સાથે હવે ડ્રાઈવિંગ ટેસ્ટની પણ ફી સાથે જ ચૂકવવાની રહેશે. વાહન ચાલક બંને ફી એક સાથે ચૂકવશે તો જ તેને લર્નિંગ લાઈસન્સની પરીક્ષા આપવા દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પહેલા વાહન ચાલકો માત્ર લર્નિંગ લાઈસન્સની ફી ભરીને પરીક્ષા આપતા હતા અને એક મહિના પછી વાહન ચાલકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે બીજી ફી ભરતા હતા. પણ હવે વાહન ચાલકોને બંને ફી એક સાથે જ ભરવાની રહેશે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.