ઐતિહાસિક ક્ષણથી ગુજરાત એક મીટર દૂર, રાજ્યના 175 ગામોને કરી દેવાયા એલર્ટ, NDRF ટીમો તૈનાત

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 137.2 મીટર નોંધાઇ છે. સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી 10,16,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના 23 દરવાજા 4.15 મીટર ખોલીને 8,09,015 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. જેથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે થોડા જ દિવસોમાં નર્મદા ડેમ 138 મીટરે લઈ જવાશે. ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લાનાં 175 ગામો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ સાથે ત્યાં તંત્ર અને એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગોરા બ્રિજ ઉપર નર્મદા નદીના પાણી ફ્રી વળતા વાહન વ્યવહાર બંધ છે. સરદાર સરોવ ડેમમાં હાલ 5153 મિલીયન ક્યુબીક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગરુડેશ્વર ખાતે નર્મદા નદીની સપાટી 29.40 મીટર નોંધાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 1 કલાકમાં પાણીની આવકમાં 1,80,000 ક્યુસેકનો વધારો નોંધાયો છે. સપાટીમાં 9 સે.મી.નો વધારો નોંધાયો છે. સરદાર સરોવર ડેમના તમામ પાવર હાઉસ કાર્યરત છે. હાલ વિપુલ પ્રમાણમાં વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

ડેમમાં પાણીની આવકને કારણે નદીની આસપાસનાં ગામડાઓમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કેવડિયાના ગોરાબ્રિજ પર નર્મદા નદીનાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. અંકલેશ્વરમાં પણ ખેતરોમાં નદીનુ પાણી પ્રવેશ્યુ છે. ભરુચમાં ગોલ્ડનબ્રિજની જળસપાટી ભયજનક 31 મિટરે પહોંચી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચની આસપાસના વિસ્તારોમાં નર્મદા નદીના પાણી ફ્રી વળતા પુર જેવી સ્થિતિ બની છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૮ લાખ ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગોરા ત્યાગી ઘાટ પાસે ભારતી બાપુના આશ્રામ ઉંચા ગેટ સુધી પાણી પહોંચી ગયું છે. હજુ પણ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સતત વધી રહી છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.