અંબાજી નજીક ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યો ની સરહદો ઉપર કોઈ પણ જાત ના કોરોના ટેસ્ટ વગર પ્રવાસીઓ બિન્દાસ મુસાફરી કરી રહ્યા છે

SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

અંબાજી 30 માર્ચ હિ.સ. ગુજરાત સહીત અન્ય રાજ્યો માં પણ દિન પ્રતિદિન કોરોના વકરતો જઈ રહ્યો છે જેને લઈ મોટાભાગના રાજ્યોમાં વહીવટીતંત્ર દ્વારા કોરોના ટેસ્ટ વગર પોતાના રાજ્ય માં પ્રવેશવા પર મનાઈ ફરમાવી દેવામાં આવીછે ને અનેક રાજ્યો ની સરહદ ઉપર ચેકપોસ્ટો દ્વારા રાજ્ય માં પ્રવેશતા લોકો ના કોરોના ટેસ્ટ પણ કરાઈ રહ્યા છે જયારે અંબાજી નજીક આવેલી ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યો ની સરહદો ઉપર કોઈ પણ જાત ના કોરોના ટેસ્ટ વગર પ્રવાસીઓ બિન્દાસ મુસાફરી કરી રહ્યા છે.

રાજસ્થાન નું માઉંન્ટઆબુ ગુજરાતીઓ માટે કાશ્મીર સમાન છે ને ગુજરાત થી માઉંન્ટઆબુ જતા મહતમ પ્રવાસીઓ અંબાજી દર્શન કરી અંબાજી નજીક ની ગુજરાત – રાજસ્થાન ની સરહદ પાર કરી માઉંન્ટઆબુ ને અન્ય સ્થળો એ જાય છે પણ હાલ માં આ કોરોના મહામારી ને લીધે વધતા કેસો ને લઈ જે રીતે રાજ્યો ની સરહદ ઉપર કોરોના ટેસ્ટ વગર પ્રવેશ નહી આપવાની વાત નો છેદ અંબાજી નજીક ની ગુજરાત જ નહી પણ રાજસ્થાન બોર્ડર એ ઉડાડ્યો છે.

અમે આ બાબતે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો તો વાહનો માં મુસાફરી કરતા પ્રવાસીઓ ખુદ પણ આ બાબત ને લઇ ચિંતિત જોવા મળ્યા અને જયારે હાલ ની પરિસ્થિતિ માં કોરોના વધુ ને વધુ વકરી રહ્યું છે ત્યારે એક બીજા રાજ્ય માં પ્રવેશ કરતા પ્રવાસીઓ નું આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ કરવો જોઈએ તે બાબત નો હુંકાર કર્યો હતો.

Source link


SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares