અનુસૂચિત જનજાતિ ના જાતિ પ્રમાણપત્રો ની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો

SHARE WITH LOVE
 •  
 • 60
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  60
  Shares

થોડા દિવસ પહેલા ભરૂચ ના સંસદ મનસુખભાઈ વસાવા એ આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બિન આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્રો રદ્દ કરવા માટે નિમાયેલ તપાસમાં થઈ રહેલી વિલંબનીતિ મનસુખ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતા.

સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર તા:૦૮-૦૭-૨૦૨૧ આદિવાસીઓના પ્રશ્ને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપનણી તેમજ મત્રી ગણપતભાઈ વસાવા ને પત્ર લખ્યો હતો. તે પત્ર ના પ્રતિઘાત જોવા મળ્યા હોય તેમ લાગી રહ્યું છે.

અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો

મંત્રી ગણપતસિંહ વસાવા એ પોતાના ફેસબુક પર પોસ્ટ મૂકી છે કે…

મંત્રી ગણપતસિંહ વસાવા: આદિવાસીઓના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા માટે રાજ્ય સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે. સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઇ અંગેનો કાયદો વર્ષ ૨૦૧૭માં પસાર કરીને તેને કાયદાકીય સ્વરૂપ આપીને તેનો ચુસ્ત અમલ શરૂ કરવામાં આવ્યો હતો.

આજે અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં રાજ્યના 33 જિલ્લાઓને ચાર ઝોનમાં વહેંચણી કરીને ચાર કચેરીઓ કાર્યરત કરવામાં આવશે. જે પૈકી ગાંધીનગર ખાતે આજે બે કચેરીઓનો શુભારંભ કરાયો છે. જેમાં કલેકટરશ્રી કક્ષાના ઉચ્ચ અધિકારીની દેખરેખ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આગામી સમયમાં વડોદરા અને સુરત ખાતે આવી બે કચેરીઓ કાર્યરત કરવામાં આવશે.

ગાંધીનગર ખાતે બ્લોક નંબર ૧૩, જુના સચિવાલય અને બિરસા મુંડા ભવન ખાતે કાર્યરત થયેલી આ કચેરીઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, આણંદ, મહેસાણા, પાટણ, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ પોરબંદર અને અમરેલી જિલ્લાનો સમાવેશ કરાયો છે.

જયારે વડોદરા ખાતે કાર્યરત થનાર કચેરીમાં વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લો તથા

સુરત ખાતેની કચેરીમાં સુરત તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ અને નર્મદા જિલ્લાને આવરી લેવાશે. આ શુભારંભ દ્વારા આદિવાસી ભાઈ-બહેનોને જે લાભ અને કાર્ય સરળતા થશે તે માટે અત્યંત આનંદ અનુભવું છું.


SHARE WITH LOVE
 •  
 • 60
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  60
  Shares