અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાનથી આવતાં આયાત-નિકાસ ક્નટેનરોનું મુન્દ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પર હેન્ડલિંગ બંધ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

ભુજ તા.12
કચ્છના મુન્દ્રા ખાતેના અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા પાકિસ્તાન,ઈરાન અને અફઘાનિસ્તાનથી આવતા આયાતી કંટેનરોનું હેન્ડલિંગ આગામી 15મી નવેમ્બરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તાજેતરમાં ડાયરેક્ટર ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા જપ્ત કરાયેલા રૂપિયા 21000 કરોડના ત્રણ હજાર કિલોગ્રામ જેટલા હેરોઇનના જથ્થાને ઝડપી પડાયા બાદ, આ સમગ્ર મામલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ)ને સોંપાયા બાદ આ નિર્ણય આવી પડ્યો છે.
મુન્દ્રાના અદાણી પોર્ટ પરથી ઝડપાયેલા હેરોઇનનો જથ્થો આજ સુધીનો દુનિયાનો સૌથી મોટો જથ્થો છે.

ડ્રગ્સની હેરાફેરી માટે ગોલ્ડન ટ્રાયેન્ગલ તરીકે ઓળખાતા અફઘાનિસ્તાન,ઈરાન અને પાકિસ્તાન તરફથી આવતા કંટેઇનરો મારફત મોટા જથ્થામાં હેરોઇનને ભારત સહીત અન્ય દેશોમાં ઘુસાડવામાં આવે છે અને હવે તેમાં નેપાળની સરહદનો પણ ઉપયોગ થઇ રહ્યો છે. અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના એક પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે આયાત-નિકાસના ક્નટેનરમાં આવતા ઈરાન,અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના કાર્ગોનું હેન્ડલિંગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.

આ માટે લગભગ એક મહિનાનો સમય એ માટે દેવાયો છે કે જે જહાજો મધદરિયે છે અથવા તો લોડિંગ થવાની તૈયારીમાં છે તેમજ જે ક્નટેનરો આવી પહોંચ્યા છે તેનું ક્લિયરન્સ થઇ શકે.બંદરના તમામ ટર્મિનલ્સને આ નિયમ લાગુ પડશે.

ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં મુન્દ્રાથી ઝડપાયેલું હેરોઇન જુદા જુદા બે ક્નટેનરોમાં ઇરાનના બંદર અબ્બાસ પોર્ટથી મુન્દ્રા પહોંચાડાયું હતું.આ સમગ્ર મામલામાં ત્રણ ભારતીયો,ચાર અફઘાનિસ્તાનીઓ અને એક ઉઝબેકિસ્તાનના નાગરિકની અત્યાર સુધી ધરપકડ કરાઈ છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •