અ’વાદ : મિઠાઈના બોક્સમાં 18 લાખની લાંચ! જૂનાગઢ ACB PI રંગેહાથ ઝડપાયા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સનાથલ પાસે ACBએ છટકું ગોઠવ્યું, પોરબંદર ગૌચરની જમીનના કેસમાં PI ડી.ડી. ચાવડા જંગી લાંચ લેતા ઝડપાયા

Source: નવગુજરાત સમય, અમદાવાદ

 મિઠાઈના બોક્સમાં રૂ.18 લાખની ‘તોસ્તાન’ લાંચ લેતા જૂનાગઢ ACBના પી.આઈ. ડી ડી ચાવડાને અમદાવાદ ACBની ટીમે પકડી પાડ્યા છે. પોરબંદરમાં ગૌચરની જમીનના કેસમાં રૂ. 20 લાખની લાંચ માગ્યા પછી રૂ. 18 લાખમાં પતાવટ કરવા માટે પી.આઈ. ચાવડા તૈયાર થયા હતા. બે બોક્સમાં મિઠાઈ અને બાકીના મિઠાઈના બોક્સમાં રૂ.18 લાખની રોકડ મગાવવામાં આવી હતી. પી.આઈ. ડી ડી ચાવડાએ મિઠાઈના બોક્સમાં મુકેલી લાંચની રોકડ સ્વિકારી સાથે જ અમદાવાદ ACBના મદદનીશ નિયામક ભારતીબહેન પંડ્યા સહિતની ACBની ટીમ ત્રાટકી હતી. અમદાવાદ ACBની ટ્રેપમાં જુનાગઢ ACBના પી.આઈ. ચાવડા ઝડપાયાની વાતે ચર્ચા જગાવી છે.

જૂનાગઢ એસીબીના પી.આઈ. ડી.ડી. ચાવડા આજે ઓફિસ કામથી અમદાવાદ ખાતે ACBની વડી કચેરીએ આવ્યા હતા. કચેરીમાં કામ પૂર્ણ કર્યા પછી જૂનાગઢ જવા નીકળ્યા હતા. સનાથલ ચોકડી પાસે તેમને નિશ્ચિત વ્યક્તિઓ મળી હતી અને મિઠાઈના બોક્સ આપ્યાં હતાં. પી.આઈ. ચાવડાએ જેવા બોક્સ સ્વિકાર્યા તે સાથે જ અમદાવાદ ACBની ટીમે તેમને ઘેરી લીધાં હતાં. વર્ષ ૨૦૧૮માં જૂનાગઢ ACBમાં ગૌચર જમીનના કેસમાં પૂર્વ સરપંચને આરોપીના બદલે સાક્ષી તરીકે લેવાના મુદ્દે લાંચ માગવામાં આવી હતી. ગૌચર જમીન કેસમાં પોરબંદરથી બે-ત્રણ અરજી આવી હતી તેનો નિકાલ કરવા માટે કુલ ૨૦ લાખ મગાયા તેમાં નક્કી થયેલા રૂ.18 લાખ સ્વિકારતાં જૂનાગઢ ACB પી.આઈ. ડી.ડી. ચાવડા અમદાવાદ ACBના હાથે ઝડપાયા છે.

2018ના ગૌચર જમીન કેસમાં પૂર્વ સરપંચને ન પકડવા લાંચ!

જુનાગઢ ACB પી.આઈ. ચાવડા જે કેસમાં લાંચ લેતા પકડાયા છે તે કેસ પોરબંદર, જુનાગઢ જિલ્લામાં ગૌચર વિવાદથી જાણીતો છે. પોરબંદર જિલ્લાના ગામમાં ગૈાચરની જમીનના વિવાદમાં સરપંચ, ઉપસરપંચ સામે ACBમાં ફરિયાદ અરજીઓ થઈ હતી. આ કેસમાં ગુનો નોંધ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. પણ, આ કેસમાં પૂર્વ સરપંચને નહીં પકડવા માટે પી.આઈ. ચાવડાએ લાંચ માગી હતી. લાંચની રકમ અમદાવાદ નજીક સનાથલ ચોકડી પાસે સ્વિકારતાં ચાવડા ઝડપાયા છે. આ કેસમાં બે અરજીઓ થઈ હતી તેનો નિકાલ કરવા તેમજ પૂર્વ સરપંચને આરોપીના બદલે સાક્ષી તરીકે સામેલ કરવા તોતિંગ લાંચ મગાઈ હતી.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •