અસંગઠિત શ્રમયોગીએ eshram.gov.in પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા તારીખ 26 ઓક્ટોબર 2021ના રોજ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે ઈ-શ્રમ પોર્ટલને લોન્ચ કરેલ છે. પહેલી વાર 38 કરોડ જેટલા અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા એક વ્યવસ્થાના ભાગરૂપે જેમાં અસંગઠિત તથા સ્થળાંતરીત શ્રમયોગીઓની નોંધણી કરવામાં આવશે એટલું જ નહિં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અમલી કરાઈ રહેલી વિવિધા સમાજ સુરક્ષાની યોજનાઓ અસંગઠિત શ્રમયોગઓ સુધી પહોંચાડવામાં પણ મદદરૂપ થશે.

 eshram.gov.in પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે અસંગઠિત શ્રમયોગીઓએ આધાર કાર્ડ, આધાર સાથે લીંક મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટની વિગતો આપવાની રહેશે. e –SHRAM પોર્ટલ ઉપર અસંગઠિત શ્રમયોગીઓનું રજિસ્ટ્રેશન ત્રણ રીતે થઇ શકે છે. (1) સેલ્ફ રજિસ્ટ્રેશન એટલે કે, માર્ટ ફોન ઉપર જાતે (2) કોમન સર્વિસ સેન્ટર મારફત (3) ઈ-ગ્રામ કેન્દ્રો મારફત આ પ્રમાણે નોંધણી કરાવતાં સ્થળ પર ઈ-શ્રમ કાર્ડ મળવાપાત્ર છે. ઈ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી સંપૂર્ણ મફત છે.

અસંગઠિત શ્રમયોગીઓમાં બાંધકામ શ્રમયોગીઓ, સ્થળાંતરીત શ્રમયોગીઓ, ડોમેસ્ટીક વર્કર્સ, ખેત શ્રમયોગીઓ, સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, સ્ટ્રીટ વેન્ડર્સ, નાના દુકાનદારો, આશા વર્કર્સ, આંગણવાડી વર્કર્સ, માછીમારો, પ્લાન્ટેશન વર્કર્સ, મીલ્ક મેન, મનરેગા અંતર્ગત કામ કરતા શ્રમયોગીઓ, રીક્ષા ચાલકો, મધ્યાહ્ન ભોજન યોજનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ અન્ય સંબંધિત શ્રમયોગીઓનો સમાવેશ થાય છે.

ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા દરેક અસંગઠિત શ્રમયોગીને 1 વર્ષ માટે રૂ. 2 લાખનો અકસ્માત વીમો મંજૂર કરવામાં આવશે. જો ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ કોઇ શ્રમયોગીને અકસ્માત થાય તો એને મૃત્યુ કે કાયમી વિકલાંગતાની સ્થિતિમાં રૂ. 2 લાખ મળવા પાત્ર થશે અને અંશત: વિકલાંગતાના કિસ્સામાં રૂ. 1 લાખ મળશે અને નોંધણી થયેથી શ્રમયોગીઓને 12 અંકોના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએબેન) સાથેનું ઈ-શ્રમ કાર્ડ જારી થશે જે દેશભરમાં માન્ય ગણાશે.

e-SHRAM પોર્ટલ માટે શ્રમયોગીઓને લગતા પ્રશ્નો હલ કરવા માટે રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર 14434 અને ગુજરાત રાજ્ય માટે ટોલ ફ્રી નંબર 155372 છે. આ કાર્ડ માટે 16 થી 60 વર્ષની વચ્ચેની ઉંમરના કોઇ પણ અસંગઠિત શ્રમયોગી નોંધણી કરાવી શકે છે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •