અસામાજિક તત્વોનો આતંક: વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકી રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ; ટ્રેન સહિત તમામ યાત્રિકો સુરક્ષિત

SHARE WITH LOVE

વલસાડ

  • ઘટનાની જાણ થતા રેલવે અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે રેલવે એક ટિકળખોરે સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક ઉપર મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. સાંજે ટ્રેન 7.10 વાગ્યે પસાર થતા સિમેન્ટના પોલને છૂંદી કાઢ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારી, સુરત રેન્જ DG સહિત વલસાડ પોલીસ અને રેલવેની GRP અને RPF સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે રાજધાની બાદની તમામ ટ્રેનને 5 મિનિટ લેટ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં ટ્રેન સહિત તમામ યાત્રિકો સુરક્ષિત છે.

ઘટનાની જાણ રેલવે કર્મીઓ અને જિલ્લા પોલીસ અધિકારીઓ જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ઘટનાની જાણ રેલવે કર્મીઓ અને જિલ્લા પોલીસ અધિકારીઓ જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ટ્રેન કે યાત્રિકને કોઈ નુકસાન નહીંવલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે શુક્રવારે સાંજે ટિકળખોરે તારખૂંટાનો નજીકથી પોલ ઉખાડી અમદાવાદ તરફના રેલવે ટ્રેક ઉપર પોલ મૂક્યો હતો. તે ટ્રેક ઉપરથી પસાર થતી રાજધાની ટ્રેને સિમેન્ટના પોલને તોડી નાખ્યો હતો અને ટ્રેનના યાત્રીઓને કે ટ્રેનને કોઈ નુકશાન પહોંચ્યું નહોતું. આ ઘટના અંગે રાજધાની એક્સપ્રેસ ટ્રેનના પાયલોટ મહમદ સિદ્દીકીએ અતુલ રેલવે સ્ટેશન ઉપર સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ GRP, RPF અને વલસાડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટનાની ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી. રાજધાની જેવી VIP ટ્રેનના સમયે કયા કારણોથી રેલવે ટ્રેક ઉપર પોલ મૂકવામાં આવ્યો હતો તે અંગે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી બાતમીદારોને સતર્ક કરી અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અતુલ રેલવે સ્ટેશન નજીમ રેલવે ટ્રેક ઉપર ઘટનાની તપાસ કરી રહેલા DySP અને પોલીસ જવાનો

અતુલ રેલવે સ્ટેશન નજીમ રેલવે ટ્રેક ઉપર ઘટનાની તપાસ કરી રહેલા DySP અને પોલીસ જવાનો

પોલીસે તપાસ હાથ ધરીરેલવે દ્વારા બાઉન્ડ્રી બાંધવા ઉપયોગમાં લેવાયેલા સિમેન્ટનો પોલ કોણે અને કયા કારણોથી રેલવે ટ્રેક ઉપર મૂક્યો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી રહી છે. વલસાડ LCB, રૂરલ પોલીસ, GRP અને RPFની અલગ-અલગ ટીમ બનાવી ઘટનાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળે મળેલા પુરાવાઓ એકત્રિત કરી આરોપીઓનું પગેરૂં મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. હાલ આ બનાવ અંગે રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઘટના સ્થળે અંતર માપી રહેલા પોલીસ જવાનો અને રેલવે કર્મીઓ

ઘટના સ્થળે અંતર માપી રહેલા પોલીસ જવાનો અને રેલવે કર્મીઓ

અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE