આગથી મોતને ભેટેલા દિવંગતોને શ્રધ્ધાંજલિ પાઠવતા મનપાના હોદેદારો-અગ્રણીઓ

SHARE WITH LOVE
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares

રાજકોટ શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અકસ્માતે લાગેલ આગને કારણે અવસાન પામેલ દર્દીના પરિવારજનોને મહાનગર પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવ્યુ છે કે, હોસ્પિટલની મશીનરીમાં શોટ સર્કિટના કારણે આગ લાગવાનો તથા તેમાં આઈસિયુંમાં દાખલ થયેલ દર્દીઓના મરણ થયા છે તે ઘણી જ દુ:ખદ ઘટના છે. પરમ કૃપાળુ સદગતના આત્માને મોક્ષગતિ પ્રદાન કરે તથા પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.

ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજે જણાવેલ કે આ ગમખ્વા૨ ઘટના બદલ સમગ્ર શહે૨ શોકમાં ગ૨કાવ છે ત્યારે આ બનાવને પગલે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સ૨કારે મૃતકોના પિ૨વા૨ને રૂપિયા ચા૨ લાખની સહાયની જાહેરાત કરી છે સાથોસાથ આ સમગ્ર બનાવની જાંચ ક૨વા તપાસ સમિતિ નીમવાની પણ જાહેરાત કરી છે.
ત્યારે રાજયની ભાજપા સ૨કા૨ હોસ્પિટલની ઘટનામા મૃત્યુ પામેલા હતભાગીઓના પરીવા૨ અને ઘાયલ થયેલા દર્દીઓની સાથે છે અને તેમને કોઈપણ જાતની મુશ્કેલી નો સામનો ન ક૨વો પડે તે માટે ત્વરીત પગલાનો આ૨ંભ કરી દીધો છે ત્યારે હોસ્પિટલમાં આગની ઘટનામાં મૃત્ય પામેલા સદગતોના દિવ્ય આત્માને પ્રભુ દિવ્ય શાંતિ અર્પણ કરે એવી ધનસુખ ભંડેરી અને નિતીન ભા૨ધ્વાજે સંવેદના વ્યક્ત કરી શ્રધ્ધાંજલી પાઠવી હતી.

શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડે આ ગમખ્વા૨ બનાવને પગલે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સ૨કારે મૃતકોના પિ૨વા૨ને રૂપિયા ચા૨ લાખની સહાયની જાહેરાત ક૨તા આ સમગ્ર બનાવની જાંચ ક૨વા તપાસ સમિતિ નીમવાની પણ જાહેરાત કરી છે અને ત્વરીત પગલા આ૨ંભાયા છે ત્યારે આ ગમખ્વા૨ ઘટનામાં પોતાનો જીવ ગુમાવના૨ મૃતકોના પરીવા૨જનો તથા આ ઘટનામાં ઘાયલ થયેલ દર્દીઓને પ્રત્યે શહે૨ ભાજપ સંવેદના વ્યક્ત કરે છે અને અકસ્માતમાં દિવંગત થયેલાઓના પિ૨વા૨ પ૨ આવેલ આ મુશ્કેલીનો સામનો ક૨વા માટે પ૨મકૃપાળુ પ૨માત્મા તેમને શક્તિ અર્પે ત્યારે હોસ્પિટલમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના આત્માને પ્રભુ દિવ્ય શાંતિ અર્પે એવી અભ્યયર્થના શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડે વ્યક્ત કરી અશ્રુભીની શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી.

વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન ડાંગર, નીતિન રામાણી, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર અને ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગરે જણાવ્યું છે કે, જે દર્દીઓના મૃત્યુ થયા છે પ્રભુ તેઓના પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તથા સદગતના આત્માને મોક્ષગતિ પ્રદાન કરે તેવી ભગવાનને પ્રાર્થના.

પરિવારના સભ્ય ગુમાવવાનો રંજ હોય પરંતુ ઈશ્વરના દરબારમાં પામર મનુષ્યનું કશું જ ચાલતું નથી. પરમ કૃપાળુ પરમાત્મા આપના પરિવાર પર આવી પડેલ આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

આગમાં ઘવાયેલા દર્દીઓની ખબર પૂછવા કોંગી અગ્રણીઓ ગોકુલ હોસ્પિટલે દોડી ગયા

ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ગત મધરાતે લાગેલી વિકરાળ આગમાં પાંચ વ્યક્તિઓ ના મોત નિપજ્યા હતા અને અનેક કોરોના દર્દીઓ ઘાયલ થયા હતા. ઘાયલોને કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આજે સવારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મહિલા કોગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાધેલા, પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂત, ડો.હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, પ્રદીપ ત્રિવેદી અને વીરોધપક્ષના નેતા વશરામ સાગઠિયા સહિતના કોંગી અગ્રણીઓ ઘાયલોની ખબર પૂછવા હોસ્પિટલે દોડી ગયા હતાં.

Source link


SHARE WITH LOVE
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares