આઝાદીના 72 વર્ષ બાદ પણ નર્મદા જિલ્લાના છેવાડાના ગામોમાં જવા માટે રસ્તો જ નથી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ દેશ-વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા છે. સાથે-સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાષ્ટ્રીય કક્ષાની વિવિધ કોંફરન્સનું પણ આયોજન થઈ રહ્યું છે. પ્રવાસીઓને અગવડ ન પડે એ માટે ટના ટન રસ્તાઓ પણ સરકાર દ્વારા બનાવાયા છે. કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ મોદી 3 વાર નર્મદા જિલ્લામાં આવી ચુક્યા છે.હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બનેલા રસ્તાઓને હજુ એક વર્ષ પણ પૂર્ણ નથી થયું અને એમાં ખાડા પડવા માંડ્યા.પીએમ મોદી જ્યારે પણ કેવડિયા આવવાના હોય ત્યારે નવા બનેલા રસ્તાઓનું રાતો રાત સમારકામ કરવામાં આવે છે.પણ નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડીયાપાડા તાલુકાના અમુક ગામો એવા છે કે જ્યાં હાઈવેથી અંદર જવા માટેનો રસ્તો બન્યો જ નથી,એ ગ્રામવાસીઓએ ઘણી રજૂઆતો કરી તે છતાં પરિણામ શૂન્ય.

ડેડીયાપાડા તાલુકાના સિસા, મોહબી, માલસામોટ, સગાઈ, ડાબકા, સરીબાર, સાંકડી, કોકટી, પાનખલા, મોહબુડી, કાકડોબાર સહિતના અન્ય ગામોમાં હાઈવેથી ગામની અંદર જવા માટે પાકા રસ્તાઓ બન્યા જ નથી.એ તમામ ગામોના લગભગ 6000 જેટલા લોકોને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.શાળાએ જતા વિદ્યાર્થીઓ વધુ વરસાદમાં રસ્તામાં વધુ કીચડ હોવાથી સમયસર શાળાએ જઈ શકતા નથી જેથી એમના અભ્યાસ પર અસર પડે છે.બીજી બાજુ કોઈ વ્યક્તિ ગંભીર બીમાર હોય અથવા સ્વાસ્થ્યને લગતી તકલીફ હોય તો 108 ઇમરજન્સી વાન પણ અંદર સુધી આવી શકતી નથી,બીમાર વ્યક્તિને બહાર સુધી લાવવામાં ગામ લોકોએ મદદ કરવી પડે છે.અને જો ગામની બહાર લાવતા લાવતા થોડુંક મોડુ થયું તો બીમાર વ્યક્તિની સ્થિતિ અતિ ગંભીર બની જવાના કિસ્સાઓ પણ બને છે.

એ તમામ ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારા ગામોમાં રસ્તા,પાણી સહિતની અન્ય પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે.અમે આ મામલે રજૂઆતો કરી કરીને થાકી ગયા પણ કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી.બીજું કે અમારા વિસ્તારના ગામોમાં નેટવર્કનો પણ અભાવ છે જેથી અમે સરકારી ઇમરજન્સી સેવાઓનો ઉપયોગ પણ નથી કરી શકતા,નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અમારા ગામોનો સર્વે કરી ઘટતી પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ કરે એવી અમારી માંગ છે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.