આણંદ કોરોના LIVE: જિલ્લામાં 6 દિવસ બાદ ગુરૂવારે પુનઃ103 પોઝિટિવ કેસ નોંધાયા, 93 દર્દીઓ ડિસ્ચાર્જ

SHARE WITH LOVE

આણંદ

પ્રતિકાત્મક તસવીર

  • 5 દિવસ બાદ 2 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ

આણંદ જિલ્લામાં 6 દિવસ અગાઉ 100થી વધુ પોઝિટીવ કેસ નોંધાયા હતા. ત્યારબાદ ગુરૂવારે પુનઃ103 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં આણંદ તાલુકામાં 83 નવા કેસ નોંધાયા છે. જયારે 93 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. હાલમાં હોસ્પિટલમાં 40 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાંય 15 દિવસ બાદ 2 દર્દીઓ વેન્ટિલેટર સારવાર હેઠળ છે. જયારે આણંદમાં એક પણ નવો ઓમિક્રોનનો કેસ નોંધાયો નથી. જયારે ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 101 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ઉત્તરાયણ પર્વને લઇને જામેલા પતંગ બજારના કારણે ભીડ વધુ રહેતી હોવાથી છેલ્લાં 13 દિવસથી ખંભાતમાંથી પણ કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. તેમાં ગુરૂવારે સૌથી વધુ 7 પોઝિટિવ કેસ ખંભાતમાં નોંધાયા છે. 2020 કોરોનાની શરૂઆતમાં એપ્રિલ, મે અને જૂનમાં કોરોનાનું હબ ખંભાત શહેર હતું. બીજી લહેર વખતે દૈનિક છુટાછવાયા કેસ મળતાં હતા.

ત્યારબાદ 2022માં જાન્યુઆરી માસમાં ખંભાત તાલુકામાં 20થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે પેટલાદ તાલુકામાં 4 પોઝિટિવ, બોરસદમાં 6 ,સોજીત્રામાં 2 કેસ અને આંકલાવમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે તારાપુર અને ઉમરેઠ તાલુકામાં એક પણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી.

આણંદ જિલ્લામાં ગુરૂવારે બુસ્ટર ડોઝ 5100 લોકોને અને 2717 લોકોને વેક્સિન ડોઝ આપવામાં આવ્યો હતો. આમ, દિવસ દરમિયાન 7817 લોકોને વેક્સિન આપવામાં આવી છે. આણંદ શહેરમાં 69 જ્યારે ખંભાત તાલુકામાં 7 પોઝિટિવ કેસ નોંધાયા

અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE