આદિવાસીઓના ખોટા જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કરવાના મામલે મનસુખ વસાવા ની લડાઈની આખરે જીત

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો.

છેલ્લા કેટલાક વખતથી સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓના ખોટા જાતિ પ્રમાણપત્રોનો ગેરલાભ લેતા બિનઆદિવાસીઓના પ્રમાણપત્રો રદ્દ કરવા અને આદિવાસી સમાજના પ્રમાણપત્ર ની ખરાઈ જલ્દીથી થાય તે માટે મુખ્યમંત્રી સુધી લેખિત રજુઆત કરી આદિવાસીઓની પડખે રહી આદિવાસીઓના પ્રશ્ને સતત લડતા રહ્યા છે. જેમાં મોટે ભાગે તેમનો વિજય થતો રહ્યો છે. આદિવાસીઓના ખોટા જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કરવાના મામલે પણ મનસુખ વસાવાની જીત થઈ હતી. આખરે મનસુખ વસાવાની મહેનત રંગ લાવી છે. અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ કરવામાં આવતા આદિવાસીઓના મુખે રેલાયુ સ્મિત રેલાયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઈ અંગેનો કાયદો વર્ષ ૨૦૧૭ માં પસાર કરીને તેને કાયદાકીય સ્વરૂપ આપીને તેનો ચુસ્ત અમલ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના 33 જિલ્લાઓને ચાર ઝોનમાં વહેંચણી કરીને ચાર કચેરીઓ કાર્યરત કરવામાં આવશે. જે પૈકી ગાંધીનગર ખાતે આજે બે કચેરીઓનો શુભારંભ કરાયો છે.જેમાં કલેકટર કક્ષાના ઉચ્ચ અધિકારીની દેખરેખ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આગામી સમયમાં વડોદરા અને સુરત ખાતે આવી બે કચેરીઓ કાર્યરત કરવામાં આવશે. 

ગાંધીનગર ખાતે બ્લોક નંબર ૧૩,જુના સચિવાલય અને બિરસા મુંડા ભવન ખાતે કાર્યરત થયેલી આ કચેરીઓમાં બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર, અમદાવાદ,ભાવનગર,આણંદ,મહેસાણા,પાટણ, જામનગર,સુરેન્દ્રનગર,રાજકોટ,મોરબી,દેવભૂમિ દ્વારકા, જુનાગઢ,ગીર સોમનાથ પોરબંદર અને અમરેલી જીલ્લાનો સમાવેશ કરાયો છે.

જયારે વડોદરા ખાતે કાર્યરત થનાર કચેરીમાં વડોદરા, છોટાઉદેપુર,આણંદ,ખેડા,પંચમહાલ,દાહોદ અને મહીસાગર જીલ્લો તથા સુરત ખાતેની કચેરીમાં સુરત તાપી,ડાંગ,નવસારી,વલસાડ,ભરૂચ અને નર્મદા જીલ્લાને આવરી લેવાશે. આ શુભારંભ દ્વારા આદિવાસી ભાઈ-બહેનોને જે લાભ અને કાર્ય સરળતા થશે.

સાંસદ મનસુખ વસાવાની મુખ્યમંત્રીને લેખિત રજૂઆતના કારણે આદિવાસી સમાજના પ્રમાણપત્રની ખરાઈ જલ્દીથી થાય માટે આ નિર્ણય લેવાયો છે.આ નિર્ણયને સૌ આદિવાસીઓ આવકારી રહ્યા છે અને આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ નર્મદાના આદિવાસીઓ મા આનંદની લાગણી પ્રસરી છે.

Source: part


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •