આદિવાસી હિંદુ નથી એમ કેહનારા અલગાવવાદી તત્વો: BJP સાંસદ મનસુખ વસાવા

SHARE WITH LOVE
 • 159
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  159
  Shares

આદિવાસી હિંદુ છે કે નહીં? આ મુદ્દે BJP-BTP માં ધમાસાણ

આદિવાસીઓ હિંદુ નથી એમ કહેનારા લોકોને ભાજપ સાંસદ (BJP MP) મનસુખ વસાવાએ (Mansukh Vasava)  જાહેર કાર્યક્રમમાં અલગાવવાદી તત્વો સાથે સરખાવતા ખળભળાટ મચ્યો છે. BTP-BTS ના અનેક નેતાઓ દ્વારા જાહેરમાં એમ કહેવાઈ રહ્યું છે કે, આદિવાસીઓ હિંદુ નથી, ત્યારે હાલ આ મુદ્દે BJP-BTPમાં ધમાસાણ સર્જાતા ભાજપ સાંસદ મનસુખ વસાવા અને BTPના નેતાઓ સામ સામે આવી ગયા છે.

આ મામલે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતેના રોડના ભૂમિપૂજનના કાર્યક્રમ બાદ વિવાદ સર્જાયો હતો. ડેડિયાપાડા તાલુકાના વિવિધ રસ્તાઓનું ગત 25/10/2020નાં રોજ ખાતમુહૂર્ત/ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં BTPના MLA મહેશ વસાવા સહિત BJP-BTP-BTS કોંગ્રેસના નેતાઓએ રસ્તાનું ભૂમિપૂજન ખાખરાના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવતા આ મામલે ભાજપની જ ખૂબ ટીકા થઈ હતી.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ એ સમયે ખફા થઈ જણાવ્યું હતું કે, હંમેશા ભૂમિપૂજનમાં અબીલ-ગુલાલ, કંકુ-ચોખા તથા દૂધ, જળ (પાણી)થી પૂજન કરવામાં આવે છે. સાધુ-સંતો, ધાર્મિક સંપ્રદાયો પણ સમાજ સુધારણા માટે અને દારૂ જુગાર જેવા વ્યસનોથી દૂર રહેવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.

આ દરમિયાન નર્મદા જિલ્લા BTP આગેવાન જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવાએ એક ઓડિયો વાયરલ કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ શુભ કાર્યમાં ખાખરાના પાનમાં દારૂની શાક (અભિષેક) પાડવી એ તો આદિવાસીઓની સંસ્કૃતિ છે, આદિવાસીઓ હિંદુ છે જ નહીં એના પુરાવા પણ છે.

આદિવાસીઓ હિંદુ નથી કહેનારાને ભાજપ સાંસદનો જવાબ
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસીઓ હજારો વર્ષથી હિંદુ ઉપાસના પદ્ધતિમાં માને છે અને તેઓ હિંદુ જ છે, તેમાં કોઈ બે મત નથી. વર્ષોથી વસ્તી ગણતરીમાં પણ પેટા જ્ઞાતિ હિંદુ ભીલ, હિંદુ તડવી (ધાનકા) લખાવે છે, ધર્મમાં પણ હિંદુ ધર્મ લખાવે છે.

વર્ષ 2021ની વસ્તી ગણતરીમાં પણ હિંદુ ધર્મ આદિવાસીઓએ લખાવવું જોઈએ. કેટલાક અલગતાવાદી તત્વો આદિવાસી સમાજને રાષ્ટ્રીય પ્રવાહથી અલગ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે.

વર્ષોથી હિન્દુસ્તાનમાં રહેનારા આદિવાસીઓ હિંદુ જ છે તેના અનેક પુરાવાઓ છે.જેમ કે ત્રેતાયુગમાં આદિવાસી ભીલ પરિવારમાં જન્મેલા શબરી માતાએ ભગવાનશ્રી રામચંદ્રની ઉપાસના કરી હતી અને દલિત સમાજના સંત શિરોમણીશ્રી રવિદાસજીએ પણ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરી ભજન અને કાવ્ય લખ્યા હતા.તેથી આવા રાષ્ટ્રીય પ્રવાહથી અલગ કરનારા તત્વોથી આદિવાસીઓએ સાવધાન રહેવું જોઈએ.

BTP પર ભાજપ સાંસદે લગાવ્યા ગંભીર આક્ષેપ
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના કેવડિયા ગામનો પ્રશ્ન મુદ્દે મનસુખ વસાવા ચૂપ છે એવો BTP એ આક્ષેપ લગાવતા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આ પ્રશ્ન 1962 થી ચાલે છે, બધી જ પાર્ટીની સરકારે એ પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો.ભૂતકાળમાં છોટુભાઈ વસાવા પણ સંસદીય સચિવ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.NDA સરકારમાં શરદ યાદવ, લાલુ પ્રસાદ યાદવ પણ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે.તો એ વખતે આ પ્રશ્ન કેમ ન ઉકેલાયો, આ વણ ઉકેલ્યા પ્રશ્ન માટે બધી જ સરકાર જવાબદાર છે.

Source:


SHARE WITH LOVE
 • 159
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  159
  Shares