આ દંપત્તિએ ઉગાડ્યો દુનિયાનો સૌથી મોટો બટાકો, ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ માટે કર્યુ આવેદન

SHARE WITH LOVE

બગીચામાં ખોદકામ દરમિયાન મળ્યો બટાકો

વાસ્તવમાં ન્યૂઝીલેન્ડમાં રહેતા કોલિન અને ડોના ક્રેગ-બ્રાઉન પોતાના બગીચામાં ખોદકામ કરી રહ્યા હતા ત્યારે કોલિનનો પાવડોએવી જગ્યાએ પડ્યો જે માટીની સપાટીની અંદર હાજર હતુ. જ્યારે તેમણે આની આસપાસ ખોદકામ શરુ કર્યુ તો તેમને કોઈ મોટી વસ્તુનો અહેસાસ થો. પહેલી વાર તેમને લાગ્યુ કે આ કોઈ ફૂગ કે કોઈ મૂળ છે. ખોદકામ બાદ જ્યારે તેને બહાર કાઢ્યુ તો ખબર પડી કે આ એક બટાકો છે.

ગિનીસ બુક ઑફ માટે કર્યુ આવેદન

ગિનીસ બુક ઑફ માટે કર્યુ આવેદન

દંપત્તિએ આ બટાકાનુ નામ ડોગ રાખ્યુ છે અને અધિકૃત રીતે તેને માન્યતા અપાવવા માટે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ માટે આવેદન કર્યુ છે. તે હાલમાં ગિનીસ વર્લ્ડ રેકૉર્ડની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.

આ પહેલા 'ટેટર' હતો દુનિયાનો સૌથી મોટો બટાકો

આ પહેલા ‘ટેટર’ હતો દુનિયાનો સૌથી મોટો બટાકો

વર્ષ 2011માં બ્રિટનના ‘ટેટર’ને દુનિયાનો સૌથી મોટો બટાકો જાહેર કરવામાં આવ્યો હતો જેનુ વજન લગભગ 5 કિલોગ્રામ હતુ. દંપત્તિએ 2-3 વર્ષ પહેલા બટાકા ઉગાડ્યા હતા અને ત્યારથી તે ખીરા ઉગાડી રહ્યા છે. તેમણે કહ્યુ કે તેમને એ વિશે કોઈ આઈડિયા નહોતો કે આ બટાકો ત્યાં કેવી રીતે ઉગ્યો. તેમણે કહ્યુ કે આ અમારા માટે કોઈ આશ્ચર્યથી કમ નહોતુ. બટાકાને સાફ કરીને કોલિને તેને ફ્રીઝરમાં રાખી દીધો છે જેથી તે સુરક્ષિત રહી શકે. કૉલિને કહ્યુ કે તે આનાથી વોડકા બનાવવા માંગે છે.

Source link


SHARE WITH LOVE