આ મામલે અલ્પેશ ઠાકોરે ભાજપના MLA અક્ષય પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

વડોદરાના કરજણના દેથાણ ગામમાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મ બાદ તેની હત્યાની ઘટના સામે આવી હતી. આ હત્યાની ઘટના બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. પણ દેથાણમાં સામુહિક દુષ્કર્મની ઘટના બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ ઘટનાને લઇને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ભાજપ જ ધારાસભ્ય અક્ષય પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અલ્પેશ ઠાકોરે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પર વોટની રાજનીતિ કરવાનો અને મૃતકનું ઘર તેમની ઓફિસથી 5 કિલોમીટર દૂર હોવા છતાં પણ તો સાંત્વના ન આપવા આવ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

સાથે જ કહ્યું છે કે, સરકાર પણ આ કેસમાં આગળ નહીં આવે તો માનીશું કે સરકાર પણ સંવેદનશીલ નથી. અલ્પેશ ઠાકોરના આક્ષેપ બાદ ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ અમે તાત્કાલિક પોલીસ સાથે ચર્ચા કરી હતી અને ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. અલ્પેશ ઠાકોર કોઈના કહેવાથી આવા નિવેદન આપતા હોઈ શકે છે.

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આટલો મોટો બનાવ ગુજરાતનો નિર્ભયા કાંડ થયો પણ ગુજરાતનો એક પણ રાજકીય નેતા અહીંયા જોવા પણ નથી આવ્યો. કમનશીબી છે કે, પ્રજા ન્યાયની અપેક્ષા રાખતી હોય ત્યારે કોઈ રાજનેતા અહીંયા નથી આવ્યા. તેને હું કહેવા માગું છે કે, અહીના લોકલ ધારાસભ્ય કે જેની ઓફિસ અહીંથી ત્રણ, ચાર કે, પાંચ કિલોમીટર દૂર છે. તે ધારાસભ્ય પણ જોવા નથી આવ્યા, આ બાબતે તેમને કહેવામાં આવ્યું ત્યારે તેઓ એવું કહે છે કે ટાઈમ મળશે ત્યારે આવીશ. ત્યારે શું તમે માત્ર મત લેવા માટે અમારી પાસે આવશો.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, અમારા ઘરની દીકરી અને બહેનો સાથે આ પ્રકારનો વ્યહાર થાય તો માફ કરશો મારાથી આવી નમાલી રાજનીતિ ક્યારેય નહીં થાય. મારી માતા, બેન અને દીકરીની આબરૂ લુંટાતી હોય ત્યારે ચૂપ બેસવું તે મારો સ્વભાવ નથી. જેને જે ભાષામાં સમજવું હોય તે સમજે, સરકારને પણ કહેવામાં માગું છું કે આ ઘટનામાં તમારા તરફથી પણ કોઈ નિવેદન આવે. નજીકમાં જ રક્ષબંધનનો તહેવાર આવે છે. ભાઈ બહેનની રક્ષા માટેનો કોલ આપે છે ત્યારે આપણી ગુજરાતની આ બહેન, ગુજરાતની આ નિર્ભયા તેના માટે સરકારને પણ ગુહાર લાગવું છું કે, સાહેબ તમારા તરફથી ઓફિશિયલ નિવેદન આવે કે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે અને તમામ આરોપીઓને ફાંસી કરવામાં આવશે. નહીં તો અમે માનુશું કે સાહેબ સંવેદના તમારામાં પણ નથી. આ દીકરી સાથે જે થયું છે તે ગુજરાતમાં કોઈ દીકરી સાથે આ પ્રકારનો વ્યહાર ક્યારેય ન થાય તે માટે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •