ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે : BJP સાંસદ, આદિવાસી આગેવાનો બાદ સરપંચોનો વિરોધ

SHARE WITH LOVE
 • 70
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  70
  Shares

મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય-ભરૂચ લોકસભા : તારીખ :-૨૬-૧૨-૨૦૨૦, ૨૭-૧૨-૨૦૨૦ તથા ૨૮-૧૨-૨૦૨૦ ના રોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા તથા નાંદોદ તાલુકાના જે ગામોમાં ઇકો સેન્સેટીવ ઝોન લાગુ છે, તેવા (૧) સમારીયા, (૨) જુનવદ, (૩) સાકવા (૪) મોટા આંબા (૫) મોટા રાયપુરા (૬) જીતનગર-બાર ફળીયા જેવા વગેરે ગામોનો પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમ્યાન બધા જ ગામોના સ્થાનિક આગેવાનોને ઈકો સેન્સિટિવ ઝોનના કાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ બધા જ ગામોના સ્થાનિક આગેવાનોની સાથે ઈકો-સેન્સિટિવ ઝોનના કાયદા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પરંતુ બઘા જ સ્થાનિક આગેવાનોની એવી માંગણી હતી કે સ્થાનિક ખેડુત ખાતેદારોની જમીનોના સર્વે નંબરમાં ૩૫૯ તથા ૧૬૧ ની (કાચી) એન્ટ્રી પાડીને ૧૩૫-ડી ની નોટિસ આપવામાં આવી છે, તેને ઝડપથી રદ કરવામાં આવે તથા તાત્કાલિક ધોરણે ઇકો સેન્સેટીવ ઝોનનો કાયદો હટાવી લેવામાં આવે. તેવી સ્થાનિક આગેવાનોની લાગણી અને માંગણી હતી.

તારીખ :-૨૬-૧૨-૨૦૨૦, ૨૭-૧૨-૨૦૨૦ તથા ૨૮-૧૨-૨૦૨૦ ના રોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા તથા નાંદોદ તાલુકાના જે ગામોમાં ઇકો…

Posted by Mansukh Vasava on Monday, December 28, 2020
 • ઈકો સેન્સિટિવ ઝોન કાયદા બાદ સરકારની “સાપે છછૂંદર ગળ્યા” જેવી સ્થિતિ Narmada Eco Sensitive Zone Protest 
 • નર્મદામાં યોજાયેલી ખાસ ગ્રામ સભામાં સાગબારાની અમિયારા પંચાયતે ઈકો સેન્સિટિવ ઝોન રદ કરતો ઠરાવ કર્યો

રાજપીપળા: ઈકો સેન્સિટિવ ઝોન સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના શુલપાણેશ્વર અભિયારણ્ય વિસ્તારમાં લાગુ કર્યું છે, ઈકો સેન્સિટિવ ઝોનમાં નર્મદા જિલ્લાના 121 ગામોનો સમાવેશ થતા ઈકો સેન્સિટિવ ઝોનના નામે 135ની કાચી એન્ટ્રી પડાતા આદિવાસીઓમાં વિરોધનો સુર ઉઠ્યા છે. કોંગ્રેસ અને બીટીપી પણ એનો વિરોધ કરે છે. Narmada Eco Sensitive Zone Protest 

સરકાર એમ કહે છે કે ઈકો સેન્સિટિવ ઝોનથી આદિવાસીઓને કોઈ નુક્શાન નથી તો બીજી બાજુ ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવા માટે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને પત્ર લખી રજુઆત કરી છે. મનસુખ વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે જો આદિવાસીઓનો વિકાસ કરવો હોય તો શુલપાણેશ્વર અભિયારણ્ય અને ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવું જોઈએ. Narmada Eco Sensitive Zone Protest 

નર્મદા જિલ્લામાં ઈકો સેન્સિટિવ ઝોન અંગે સમજ આપવા માટે 121 ગામોને લાગતી ગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામસભાઓનું 28/12/2020થી 6/1/2021 દરમિયાન આયોજન પણ કર્યું છે. ગુજરાત ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ મોતીસિંહ વસાવા અને નર્મદા ઝોન સરપંચ પરિષદ પ્રમુખ નિરંજન વસાવાએ એવું આહવાન કર્યું છે કે “ઈકો સેન્સિટિવ ઝોનમાં આવતા 121 ગામોના વિસ્તારના ખેડૂતોની માલિકીની જમીનનો નમૂના 7/12, 8/અ અને નમુના નંબર 6માં ઈકો સેન્સિટિવ ઝોનની એન્ટ્રી પડવાની છે તેને ધ્યાનમાં રાખીને સરપંચે ગ્રામસભામાં વિરોધ કરતો ઠરાવ ગ્રામજનો અને ખેડૂતોની મંજૂરીથી પસાર કરશો.” હવે સાગબારાની અમિયારા ગ્રામ પંચાયતમાં મળેલી ખાસ ગ્રામસભાએ ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ કરતો ઠરાવ કરી વિરોધની શરૂઆત કરી દીધી છે.

આમ ભાજપ સાંસદ મનસુખ વસાવા, ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા અધ્યક્ષ મોતીસિંહ વસાવા, સરપંચ પરિષદના નિરંજન વસાવા સહિત અન્ય સરપંચોના વિરોધને પગલે ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે સરકાર સાવ એકલી અટુલી પડી ગઈ છે? Narmada Eco Sensitive Zone Protest 


SHARE WITH LOVE
 • 70
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  70
  Shares