ઈતિહાસમાં પહેલી વાર / રાજ્ય અસ્તિત્વમાં આવ્યાનાં 58 વર્ષમાં પહેલી વાર આ વિધાનસભામાં રાષ્ટ્રગાન થયુ

SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares

નાગાલેન્ડ વિધાનસભાએ રાજ્ય ગઠનના 58 વર્ષમાં પહેલી વાર દેશના રાષ્ટ્રગાનની સાથે સત્રની શરુઆત કરી.

 • 58 વર્ષમાં પહેલી વાર દેશના રાષ્ટ્રગાનની સાથે અહીં સત્રની શરુઆત
 • વિધાનસભામાં ક્યારેય ‘જન ગણ મન’ની ધૂન નહોંતી હતી
 • વિધાનસભામાં રાષ્ટ્રગાન ગાવા પર પ્રતિબંધ નહોંતો પણ

58 વર્ષમાં પહેલી વાર દેશના રાષ્ટ્રગાનની સાથે અહીં સત્રની શરુઆત

નાગાલેન્ડ વિધાનસભામાં આ ઈતિહાસ લગભગ એક સપ્તાહ પહેલા તે સમયે રચવામાં આવ્યો હતો જ્યારે 13મી વિધાનસભાના સાતમાં સત્રની શરુઆત રાજ્યપાલ આરએન રવિના અભિભાષણની પહેલા રાષ્ટ્રગાનની સાથે કરવામાં આવી.

વિધાનસભામાં ક્યારેય ‘જન ગણ મન’ની ધૂન નહોંતી હતી

નાગાલેન્ડ રાજ્ય 1 ડિસેમ્બર 1963માં અસ્તિત્વમાં આવ્યું હતુ. જાન્યુઆરી 1964માં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી બાદ ચૂંટાયેલી સરકાર અસ્તિત્વમાં આવી અને 11 ફેબ્રુઆરી 1964માં પહેલી વિધાનસભા ગઠિત થઈ. તેમ છતાં રાજ્યની વિધાનસભામાં ક્યારેય ‘જન ગણ મન’ની ધૂન નહોંતી હતી.

વિધાનસભામાં રાષ્ટ્રગાન ગાવા પર પ્રતિબંધ નહોંતો પણ

જો કે વિધાનસભા આયુક્ત ડૉ. પીજે એન્ટનીએ કહ્યું છે કે વિધાનસભામાં રાષ્ટ્રગાન ગાવા પર પ્રતિબંધ નહોંતો. પરંતુ તેમ છતાં અહીં રાષ્ટ્રગાન કેમ નહોંતું ગાવામાં આવતું તેને લઈને કોઈ પરિપત્ર નથી. આ વખતે વિધાનસભા સ્પીકર શારિંગેન લોંગકુમેરે રાજ્યપાલના અભિભાષણ પહેલા રાષ્ટ્રગાન વગાડવાનો નિર્ણય લીધો અને આના માટે મુખ્યમંત્રી નેફિયૂ રિયોના નેતૃત્વવાળી સરકારની પરવાનગી લેવામાં આવી. આ બાદ 12 ફેબ્રુઆરીએ 7માં સત્રની શરુઆતની પહેલા રાજ્યપાલના આવવા પર પહેલી વાર રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યુ અને માસ્ક પહેરી તમામ એક સાથે ઉભા થઈ સન્માન કર્યુ.

સોશિયલ મીડિયા પર વાયરસ થયો વીડિયો

નાગાલેન્ડ વિધાનસભા ભવનમાં પહેલી વાર ‘જન ગણ મન’ ગૂંજનારા અને તમામ ધારાસભ્યોને સાવધાનની મુદ્દામાં ઉભા થઈને સન્માન આપતા આ ઐતિહાસિક નજારાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરસ થઈ રહ્યો છે. આ સાતે તમામ હસ્તીઓએ શેર કરતા ખુશી વ્યક્ત કરી હતી.

Source link


SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares