એલિયનની પુષ્ટી થથા જ બનશે નવા ધર્મ, હથિયાર માટે…! ઓબામાંએ 15 દિવસમાં બીજીવાર UFO વિશે કરી વાત

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નવા ધર્મોનો ઉદય થશે

તાજેતરના એક નિવેદનમાં બરાક ઓબામાએ કહ્યું હતું કે, જો એલિયન્સના અસ્તિત્વની પુષ્ટિ કરવામાં આવે તો લોકોની ધાર્મિક ભાવનાઓ બદલાઈ જશે. આ સાથે કેટલાક નવા ધર્મો પણ ઉભરી આવશે. આ સિવાય ઘણા બધા ક્રાંતિકારી પરિવર્તન આવશે, જેમ કે ઘણા દેશો પોતાને હાઈટેક શસ્ત્રોથી સજ્જ કરવા માગે છે. જેના માટે પૈસા પાણીની જેમ ખર્ચ થશે.

બદલાશે મારૂ જીવન

બદલાશે મારૂ જીવન

તે જ સમયે, જ્યારે ન્યૂયોર્ક ટાઇમ્સે ઓબામાને પૂછ્યું કે જો એલિયન્સના વાયરલ થઈ રહેલા વીડિયો કોઈ દિવસ તપાસમાં સાચા જણાય તો શું થશે. આ અંગે તેમણે કહ્યું કે આ ખૂબ જ રસપ્રદ સવાલ છે. આ મારા સમગ્ર રાજકીય જીવનમાં પરિવર્તન લાવશે, કારણ કે હું હંમેશાં માનું છું કે પૃથ્વી પર એક માત્ર જીવન છે. તે એમ પણ માનતો હતો કે બીજા ગ્રહ પર જીવન હોવાને લીધે આપણે આપણા પોતાના સંરક્ષણોને ઘણું મજબૂત બનાવવું પડશે.

પહેલા કહી હતી આ વાત

પહેલા કહી હતી આ વાત

તમને જણાવી દઈએ કે 15 દિવસમાં બીજી વખત ઓબામાએ એલિયન્સ પર વાત કરી હતી. આ અગાઉ, તેણે અમેરિકન ટીવી શો ‘ધ લેટ લેટ શો વિથ જેમ્સ કોર્ડેન’માં કહ્યું હતું કે, જ્યારે તેઓ 2008 માં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેઓ એલિયન્સ વિશે જાણીને ખૂબ ઉત્સાહિત હતા. તેમને એ શોધવું હતું કે દેશમાં એવી કોઈ લેબ અથવા સ્થળ છે કે કેમ, જ્યાં એલિયન્સ સંબંધિત વસ્તુઓ રાખવામાં આવે છે, જેમ કે ઉડતી રકાબી. હાલમાં તેમના સમગ્ર કાર્યકાળમાં તેને આવી લેબ મળી નથી. ઓબામાના મતે, તેમણે ઘણા યુએફઓનાં વીડિયો પણ જોયા છે, જેની તપાસ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •