ઓર્બિટર હશે ભારતનું બીજું મંગલ મિશન: ઈસરો પ્રમુખ સિવને કરી સ્પષ્ટતા

SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

ઈસરોની પ્રાથમિકતા ચંદ્રયાન-3 અને ગગનયાન: મંગલયાન -2 માટે વૈજ્ઞાનિકો પાસેથી લેવાય રહ્યા છે સુચનો

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાનું રોવર સફળતાપૂર્વક મંગળની સપાટી પર ઉતર્યું હતું. નાસાની આ સફળતા બાદ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરોએ પણ પોતાના મંગળ મિશનને લઈને જાણકારી શેર કરી હતી. ઈસરોના પ્રમુખ કે સિવને કહ્યું હતું કે તેમનું મંગળ ગ્રહનું અભિયાન ચંદ્રચાન-3 પછી શરુ થશે.

તેમણે જણાવ્યું કે લાલ ગ્રહ માટે ભારતનું મંગલયાન-2 એક ઓર્બિટર હશે તેવી સંભાવના છે. સિવને નાસાના રોવરના સફળ લેંડિંગ પર તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા. તેણે કહ્યું કે મંગળની સપાટી પર લેંડિંગ સરળ નથી પરંતુ નાસાએ આ કરી બતાવ્યું છે.
આ સાથે જ સિવને ભારતના બીજા મંગળ મિશન વિશે પણ જાણકારી આપી હતી. તેણે જણાવ્યું કે મંગળયાન-2 એક ઓર્બિટર મિશન હશે.

ઈસરો પ્રમુખે આ મિશન માટેના સમયની જાણકારી આપી નથી. પરંતુ તેણે કહ્યું હતું કે આ મિશન ચંદ્રયાન-3 પછી શરુ કરવાની સંભાવના છે. ચંદ્રયાન-3 વડે ઈસરોનું લક્ષ્‍ય પૃથ્વીના ઉપગ્રહ ચંદ્ર પર એક રોવર ઉતારવાનું છે. પરંતુ કોરોનાના કારણે આ અભિયાનમાં સમય લાગ્યો છે. હવે આ મિશન 2022માં થાય તેવી સંભાવના છે. સિવને કહ્યું કે મંગળ ગ્રહ પર લેડિંગ વધારે મુશ્કેલ છે. ચંદ્રયાન-3 ઈસરોની બીજા ગ્રહ પર રોવર ઉતારવાની ક્ષમતાને પ્રદર્શિત કરશે. ઈસરોએ પોતાના સફળ માર્સ ઓર્બટર મિશન પછી ઓર્બિટર મિશન-2ની ઘોષણા કરી હતી.

સિવને ઉમેર્યું હતું કે મંગલયાન-1 અત્યારે પણ સારું કામ કરી રહ્યું છે અને ડેટા મળી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ઈસરોએ સંભાવિત પ્રયોગો માટે વૈજ્ઞાનિક સમુદાયને સુચન આપવા પણ કહ્યું છે. સિવનનું કહેવું છે કે સુચન પ્રાપ્ત થયા બાદ આ પરિયોજના માટે રિપોર્ટ તૈયાર કરાશે અને તેના પર ચચર્િ થશે. ત્યારબાદ અંતરિક્ષ આયોગ પાસે જશે. અંતરિક્ષ આયોગ અંતરિક્ષ સાથે જોડાયેલી ગતિવિધિઓ પર નીતિગત નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા છે.

મંગલયાન-2 રોવર હશે કે ઓર્બિટર તે વાત અંગે સ્પષ્ટતા કરતાં સિવને કહ્યું હતું કે તેઓ ઓર્બિટર મિશન વિશે વિચારી રહ્યા છે. મંગળયાન-1 નવેમ્બર 2013ના રોજ મોકલાયું હતું. તેણે સપ્ટેમ્બર 2014ના રોજ મંગળની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. તેને 6 મહિના કામ કરવા માટે ડિઝાઈન કર્યું હતું પરંતુ તે હજુ સાતમા વર્ષે પણ કાર્યરત છે.
મંગલયાન-1 ઓર્બિટરે હજારોની સંખ્યામાં તસવીરો મોકલી છે. ઈસરોની અન્ય પરિયોજાનીઓમાં આ મિશન પણ છે. મંગલયાનની સફળતા બાદ ઈસરો શુક્ર ગ્રહ પર પણ અભિયાન મોકલવાનું વિચારી રહી છે. જો કે હાલ તો ઈસરોની પ્રાથમિકતા ચંદ્રયાન-3 અને ગગનયાન છે. પરંતુ આ બંને પરિયોજના કોરોના મહામારીના કારણે નિર્ધિરિત સમયસીમા કરતાં મોડી છે. ચંદ્રયાન-3 હેઠળ ઈસરો ફરી એકવાર એક રોવર ચંદ્રની સપાટી પર ઉતારશે. આ રોવર વર્ષ 2021ના અંતમાં મોકલવામાં આવશે.

Source link


SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares