કામગીરી: આખરે છોટાઉદેપુરમાં બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી

SHARE WITH LOVE

છોટાઉદેપુર

છોટાઉદેપુરમાં રેલવે ફાટક નં. 101 ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી જોર સોરથી શરૂ કરવામાં આવી છે.

  • કોરોના કાળમાં ઓવરબ્રિજની કામગીરી ઠપ થઈ ગઈ હતી
  • નવો બ્રિજ મજબૂત બનાવવામાં આવે તેવી નગરજનોની માગ

છોટાઉદેપુર નગરમાં આવેલ રેલવે ફાટક નબર 101 ઉપર તંત્ર દ્વારા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. કોરોના કાળમાં છેલ્લા ઘણા સમયથી બ્રિજ બનાવવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. પરંતુ હવે જોર સોરથી કામગીરી ચાલી રહી છે. જેનાથી પ્રજામાં ભારે આનંદ ફેલાયો છે. પરંતુ નવો બ્રિજ બને અને મજબૂત બને તેમ પ્રજા ઈચ્છી રહી છે.

છોટાઉદેપુરમાં આવેલ સ્ટેશન વિસ્તાર તરફ સ્ટેટ હાઇવે ઉપરથી પસાર થતી રેલવે ફાટક નં. 101 ઉપર વધુ પડતા ટ્રાફિકની સમસ્યાને કારણે તંત્ર દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જેની કામગીરીમાં ભારે વેગ પકડાયો છે. અને ઝડપી કામકાજ કરવામાં આવી રહ્યું છે. જે અંગે છોટાઉદેપુર ભાજપના વરિષ્ઠ કાર્યકર અને પૂર્વ લઘુમતી મોરચાના પ્રમુખ ઇદરીશભાઈ સુગરીએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. અને આસપાસના વિસ્તારના રહીશો દ્વારા પણ તંત્રને પૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામ ખાતે રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. જે ઓવરબ્રિજની ત્રણ પેનલ માત્ર એક વર્ષમાં જ ધસી પડી હતી. પરંતુ તંત્ર દ્વારા લીપાપોતી કરી દેવામાં આવી હતી. પ્રજા ઈચ્છી રહી છે કે હાલમાં ફાટક નં. 101 ઉપર જે ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે. તે મજબૂત કરવામાં આવે જેથી વર્ષો સુધી ટકી રહે અને બ્રિજ મજબૂત બને તો આસપાસના વિસ્તારને નુકસાન થાય નહિ.

અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE