કાશ્મીર, હિમાચલમાં ભારે હિમવર્ષા જ્યારે ઉ. ભારતમાં મૂશળધાર વરસાદ

SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૩

કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં નવેસરથી હિમવર્ષાને પગલે બંને રાજ્યોનાર્દેશના અન્ય ભાગ સાથે માર્ગ અને હવાઈ સંપર્ક કપાઈ ગયો હતો જ્યારે ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે ૩જી અને ૪થી જાન્યુઆરીએ વરસાદ પડવાની આગાહી કરી હતી. વરસાદના કારણે દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં સરેરાશ તાપમાન ૩થી પ ડિગ્રી સે. ગગડવાની સંભાવના છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

કાશ્મીરમાં હિમવર્ષાના કારણે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો ટ્રાફિક ખોરવાઈ ગયો હતો જ્યારે શ્રીનગર એરપોર્ટ પર હવાઈ સેવા પણ ખોરંભે પડી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સાથે આંધી ફૂંકાઈ હતી.
અનેક જગ્યાએ કરાં પડયા હતા. પંજાબ, હરિયાણા, દિલ્હી, પશઅચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના અનેક વિસ્તારોમાં મંગળવાર સુધી વરસાદ પડવાની શક્યતા છે.

ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ઉત્તરી અને ઉત્તર-પશ્ચિમી પવન ફૂંકાતા ઠંડી વધળાની શક્યતા છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં ૭મી જાન્યુઆરી સુધી શીત લહેરથી અતિ શીત લહેર જળવાઈ રહી શકે છે તેમ હવામાન વિભાગે કહ્યું હતું. દિલ્હીમાં રવિવારે ભારે વરસાદના કારણે લઘુત્તમ તાપમાન ૯.૯ ડિગ્રીએ પહોંચ્યું હતું. ઉપરાંત શહેરમાં ૧૮.૬ મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે દિલ્હીમાં પાણી ભરાયા હતા.

હિમાચ્છાદિત કાશ્મીરના અનેક વિસ્તારોમાં રવિવારે નવેસરથી હિમવર્ષા થઈ હતી. શ્રીનગરમાં ત્રણથી ચાર ઇંચ બરફ પડયો હતો જ્યારે દક્ષિણ કાશ્મીરના કાઝીગંદમાં નવ ઈંચ સુધી બરફના થર જામ્યા હતા. શ્રીનગર-જમ્મુ હાઈવે પર જવાહર ટનલ નજીક ૧૦ ઈંચ હિમવર્ષા થઈ હતી, જેથી ટ્રાફિક ખોરવાયો હતો. કાશ્મીરના અનેક વિસ્તારોમાં તાપમાન માઈનસ ૫.૯ ડિગ્રીથી માઈનસ ૧.૫ ડિગ્રી નોંધાયું હતું.

દરમિયાન હિમાચલ પ્રદેશમાં પણ અનેક સ્થળો પર નવેસરથી હિમવર્ષા થઈ હતી જ્યારે કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે અનેક વિસ્તારોમાં ૬ઠ્ઠી જાન્યુઆરી સુધી વરસાદ પડી શકે છે. રાજ્યમાં અનેક જગ્યાએ ૧૧ મીમી સુધી વરસાદપડયો હતો. ઉપરાંત લાહૌલ-સ્પિતિ સહિત પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાને કારણે તાપમાન માઈનસ ૬.૧ ડિગ્રી નોંધાયું હતું. હિમવર્ષાને કારણે અટલ ટનલ નજીક ફસાયેલા ૩૦૦થી વધુ પ્રવાસીઓને હિમાચલ પોલીસે બચાવ્યા હતા. જોકે, અહીં એક પ્રવાસીનું મોત થયું હતું.

Source link


SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares