કેશુભાઈથી સી.આર. પાટીલ સુધી, જાણો અત્યાર સુધી કોને-કોને મળ્યો છે ગુજરાત પ્રદેશ પ્રમુખનો તાજ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભારતીય જનતા પાર્ટીમાં (BJP)13માં પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની (C.R. Patil) વરણી કરવામાં આવી છે. ભાજપે પ્રથમ વખત બિન ગુજરાતી પ્રમુખ બનાવ્યા છે. ભાજપે અત્યાર સુધીમાં પાંચ પાટીદાર પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી છે. જયારે બે ક્ષત્રિય અને બે ઓબીસી પ્રમુખોની નિમણૂક કરી છે.

જનસંઘ પાછળથી ભારતીય જનતા પાર્ટી બનતાની સાથે જ કેશુભાઇ પટેલની પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી. કેશુભાઈ પટેલ ગુજરાતમાં ભાજપની સરકારના પહેલા મુખ્યમંત્રી પણ બન્યા હતા. ત્યારબાદ બીજા પ્રમુખ તરીકે ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર સમાજમાંથી આવતા એ. કે. પટેલની નિમણૂક કરવામાં આવી હતી. જનસંઘમાંથી જયારે ભારતીય જનતા પાર્ટી બની ત્યારે સમગ્ર દેશમાં લોકસભાની જે બે સીટી આવી હતી તેમાં ગુજરાતના મહેસાણા સીટ પરથી એ.
કે. પટેલ લોકસભામાં ગયા હતા. ત્રીજા પ્રદેશ પ્રમુખ તરીકે દક્ષિણ ગુજરાતના ઓબીસી સમાજના મોટા નેતા કાશીરામ રાણાને બનાવામાં આવ્યા હતા.

ચોથા પ્રદેશ પ્રમુખ તરીકે શંકરસિંહ વાઘેલાને બનાવવામાં આવ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ જ ભાજપ સરકાર સામે વિદ્રોહ કરી રાજપા બનાવીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાં તેમને કેન્દ્રીયમંત્રી અને વિપક્ષના નેતા બનાવામાં આવ્યા હતા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી જન વિકલ્પ નામની પાર્ટી બનાવી હતી. ત્યાર બાદ વર્ષ 2019 લોકસભા ચૂંટણી પહેલા એનસીપીમાં જોડાયા અને ગુજરાતના પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે.

ભાજપના પાંચમા પ્રદેશ પ્રમુખ તરીકે ફરીથી દક્ષિણ ગુજરાતના ઓબીસી સમાજના મોટા નેતા કાશીરામ રાણાને બીજી વખત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી સોપવામાં આવી હતી. છઠ્ઠા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂત નેતા વજુભાઇ વાળાને પ્રદેશ પ્રમુખ બનાવામાં આવ્યા હતા. સાતમા પ્રદેશ પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના નેતા રાજેન્દ્રસિંહ રાણાને જવાબદારી સોંપવામાં આવી હતી. રાજેન્દ્રસિંહ રાણાને બે વખત ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બનાવામાં આવ્યા હતા.

આઠમાં પ્રદેશ પ્રમુખ તરીકે ફરીથી વજુભાઇ વાળા જવાબદારી સોંપવામાં આવી હતી. આ સાથે જ વજુભાઇ વાળા ગુજરાત ભાજપમાં બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા હતા. નવમા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલાને જવાબદારી આપવામાં આવી હતી. પુરષોત્તમ રૂપાલા પણ બે ટર્મ માટે પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. દસમા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજના નેતા આર.સી.ફળદુને જવાબદારી સોંપાઇ હતી. તેઓ બે ટર્મ પ્રદેશ પ્રમુખ રહ્યા.

અગિયારમા પ્રદેશ પ્રમુખ તરીકે જૈન સમાજમાંથી આવતા વિજય રૂપાણીને જવાબદારી સોંપાઈ હતી. આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપ્યા બાદ વિજય રૂપાણી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા અને પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું. આ પછી બારમા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજના નેતા જીતુ વાઘાણીને જવાબદારી સોંપાઇ હતી. જીતુ વાઘાણીના જ સમય ગાળામાં રાજ્યમાં પાટીદાર આંદોલન ચરમસીમા પર હતું અને વર્ષે 2017ની વિધાનસભા ચૂંટણી અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી લડવામાં આવી. ભાજપ આ બંને ચૂંટણીઓ જીતી હતી.

આ સાથે જ હવે ભાજપે પોતાના 13માં પ્રદેશ પ્રમુખની તરીકે સી.આર. પાટીલની નિમણૂક 20 જુલાઈ 2020ના રોજ કરી છે. જો જ્ઞાતિ પ્રમાણે વિશ્લેષણ કરવામાં આવે તો અત્યાર સુધીમાં ભાજપના પાટીદારોને સૌથી વધુ પ્રદેશ પ્રમુખ પદ મળ્યું છે. બે વખત ક્ષત્રિય અને બે વખત ઓબીસી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બન્યા છે. એક વખત જૈન સમાજમાંથી પ્રદેશ પ્રમુખ નિમાણા છે. ત્યારે હવે પ્રથમ બિન ગુજરાતી અને મરાઠી સમાજમાંથી આવતા સી.આર. પાટીલની પસંદગી કરવામાં આવી છે.

ભાજપના સંગઠનમાં પ્રદેશ પ્રમુખનું જેટલું મહત્વ છે તેના જેટલું જ મહત્વ સંગઠન મહામંત્રીનું હોય છે. સંગઠન મહામંત્રી તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારકને બનાવામાં આવે છે. ગુજરાતના પ્રથમ સંગઠન મહામંત્રી તરીકે નાથાલાલ જગડા, બીજા સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદી, ત્રીજા સંગઠન મહામંત્રી તરીકે સંજય જોશી, ચોથા સંગઠન મહામંત્રી તરીકે સુરેશ ગાંધી અને હાલ પાંચમા સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણીયા કાર્ય કરી રહ્યા છે.

ગુજરાત ભાજપના 13 માં પ્રદેશ અધ્યક્ષ તરીકે સી. આર. પાટીલની નિમણુંક 20 જુલાઈ 2020ના રોજ કરવામાં આવી છે.સી. આર. પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ અનેક ઐતિહાસિક નિર્ણયો અને જીત ભાજપે મેળવી છે. જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટીનો ગઢએ ગુજરાત રહ્યો છે. એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી એ ગુજરાત પ્રદેશના રાજકારણમાં અનેક નવા પ્રયોગ કરતી હોય છે. 20 જુલાઈ 2020ના રોજ ભારતીય જનતા પાર્ટીના 13માં પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલની નિમણુંક કરી સ્પષ્ટ સંદેશો આપ્યો કે, પાર્ટીને વફાદાર અને મજબૂત કાર્યકરને પાર્ટી ગમે ત્યારે મોટા હોદા પર બેસાડી શકે છે.

વર્ષે 1980માં ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા બાદ સી. આર. પાટીલને પાર્ટી વર્ષે 1995થી 1997 અને વર્ષે 1998થી 2000 સુધીના સમયમાં જીઆઇડીસીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષે 2009માં સી.આર. પાટીલએ નવસારી લોકસભાના સાંસદ બન્યા 2014 અને 2019માં પણ સાંસદ બન્યા વર્ષે 2019માં દેશના ઇતિહાસમાં સૌથી વધુ 6 લાખ 89 હજાર 668 મતની લીડ મેળવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

20 જુલાઈ 2020થી સી. આર. પાટીલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીને એક નવી ઉંચાઈએ પોહચડવાનું કામ માત્ર એક વર્ષે ના સમયમાં કર્યું છે. તેના એક વર્ષના સમય ગાળાના મહત્વના નિર્ણયો અને ચૂંટણીઓની વાત કરવામાં આવે તો 21 જુલાઇ 2020 ના રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે સત્તાવાર રીતે પદભાર સાંભળ્યા બાદ સી આર પાટીલે સંગઠન ને મજબૂત કરવા કામગીરી હાથ ધરી.28 જુલાઈ 2020 ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ની મુલાકત બાદ પોતાન સૌરાષ્ટ્ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. સૌરાષ્ટ્ પ્રવાસ ના શરૂવાત ની સાથે જ સી આર પાટીલ દ્વારા સંગઠન કાર્યકરોને સાંભળવા પહેલો નિર્ણય 19 ઓગષ્ટના રોજ લીધો જે અંતર્ગત 25 ઓગષ્ટ થી સરકારના એક મંત્રી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેસી કાર્યકરોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા નો પ્રારંભ કર્યો હતો.19 ઓગષ્ટ થી 22 ઓગષ્ટ 2020 ના સૌરાષ્ટ્ પ્રવાસ ની શરૂવાત સી આર પાટીલે સોમનાથ મંદિરના દર્શન સાથે કરી હતી.આ જ પ્રવાસમાં પાટીદાર સમાજના આસ્થા નું કેન્દ્ર એવા ખોડલ ધામ ખાતે સી આર પાટીલ ની રજત તુલા કરવામાં આવી હતી. જ્યારે 3 સપ્ટેમ્બર થી 5 સપ્ટેબર દરમ્યાન ઉત્તર ગુજરાતના પ્રવાસનો પ્રારંભ અંબાજી ખાતે દર્શન કરી કર્યો હતો.આ પ્રવાસ દરમ્યાન ઊંઝા ઉમિયા ધામ અને વાળીનાથ ખાતે સી. આર. પાટીલની રજત તુલા કરવામાં આવી હતી.આ પ્રવાસ દરમ્યાન જ સી. આર. પાટીલ કોરોના ગ્રસ્ત થયા અને 9 સપ્ટેમ્બરના રોજ અપોલો હોસ્પિટલમાં દાખ થયા.

સૌરાષ્ટ્, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રવાસની સાથે જ સી.આર. પાટીલે ભાજપના કાર્યકરોમાં જોશ પુરવાનું કામ કર્યું. તો દક્ષિણ ગુજરાતના કાર્યકરો તો પાટીલની વર્કિંગ સ્ટાઇલથી જાણીતા જ હતા. 24 સપ્ટેમ્બર 2020ના રોજ પેજ સમિતિ કાર્યક્રમનો પ્રારંભ કરી રાજ્યમાં આવેલી 8 વિધાનસભાની પેટા ચૂંટણી તૈયારીનો પ્રારંભ કર્યો. આ સાથે જ ભારતીય જનતા પાર્ટી 10 નવેમ્બર 2020ના રોજ 8 માંથી 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાવામાં સફળ રહ્યું.

પહેલી વખત ડાંગ જેવી વિધાનસભામાં પર ભાજપે ઐતિહાસિક લીડ સાથે જીત મેળવી.પેટા ચૂંટણી પૂર્ણ થતાં જ 9 નવેમ્બર 2020 ના રોજ સી આર પાટીલ દ્વારા જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણુંક કરવામાં આવી.તો 7 જાન્યુઆરી 2021ના રોજ પ્રદેશ ભાજપ સંગઠન ના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી. ત્યાર બાદ રાજ્ય સભા બે બેઠકોની ચૂંટણી પણ બિન હરીફ રીતે જીત મેળવી હતી.આ સાથે જ સી આર પાટીલે સ્થનિક સ્વરાજની ચૂંટણીઓ ની તૈયારીનો પ્રારંભ કર્યો.જે અનર્તગ પહેલી વખત પ્રદેશ ભાજપના ઇતિહાસમાં ટિકિટ મેળવવા માટે ના નિયમોનું ચુસ્ત પણે અમલીકરણ કરવામાં આવ્યું હતું.જેમાં 60 વર્ષે થી ઉપરના ને ટિકિટ નહિ,પરિવારના સભ્યોને ટિકિટ નહિ અને ત્રણ ટર્મ ચૂંટાયેલા હોદ્દેદાર ને ટિકિટ નહિ આપવાનો નિર્ણય કર્યો.આ સાથે જ 23 ફેબ્રુઆરી એ 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં 6માંથી 6 મહાનગરો પર ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી.તો 2 માર્ચે ના રોજ આવેલા પરિણામમાં ભાજપે 31 જિલ્લા પંચાયત,205 તાલુકા પંચાયત,અને 75 નગરપાલિકમાં ઐતિહાસિક જીત મેળવી હતી.તો ત્યારબાદ થયેલ મોરવાહડફ વિધાનસભા ની પેટા ચૂંટણીમાં પણ ભાજપે ભવ્ય જીત મેળવી હતી.તો એક વર્ષે ના સમયગાળામાં સહકારી સંસ્થાઓમાં પણ ભાજપનો ડંકો વગાડ્યો છે.

કોરોનાની બીજી લહેરના પ્રારંભ થતાની સાથે જ સી. આર. પાટીલે સેવા હી સંગઠનના માધ્યમથી કોવિડ કેર સેન્સ્ટર અને હોસ્પિટલો ખોલવાનું આહવાન એ કાર્યકરોને કર્યું હતું જેના પરિણામે કોરોના ની બીજી લહેરમાં ભાજપની સંગઠને લોકોની મદદ કરવા તેમની સાથે આવ્યું.સી આર પાટીલ એક વર્ષના કાળમાં તેમની કાર્યપધ્ધતિ ના પરિણામે કેટલા વિવાદો પણ તેમની સાથે જોડાયા જેમાં સંગઠમાં યુવા પદાધિકારીઓની નિમણુંક, મંત્રીઓને કમલમ કાર્યાલય બેસાડવાનો નિર્ણય, સુરત ખાતે રેમડેસીવીર ઇન્જેક્શ વિત્રણનો નિર્ણય અને પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવના પ્રવાસ દરમ્યાન રાજ્યમાં સર્જાયેલ રાજકીય વાતાવરણના વિવાદો તેમની સાથે જોડાયેલા છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •