કોણ કહે છે કે માનવતા મરી પરવારી, જુઓ સાવલીનો આ કિસ્સો
સાવલીમાં છેલ્લા કેટલાય સમયથી એક રખડતો નંદી આખલો આજરોજ સાવલી પોલીસ સ્ટેશન સામે ખુલ્લી ગટરનાં ખાડામાં પડી જવાની વાત સાવલી નગરમાં પ્રસરી હતી. જેને લઇને અમુક લોકોએ જીવ દયા સંસ્થાનાં અનિલ ભાટિયાને જાણ કરી.
જો કે તેઓ હાલ વડોદરા હોય સાવલી પહોંચવામાં મોડું થાય તેમ હોય જેથી સાવલી GSPCA નાં કાર્યકર્તા સંદીપ જેસડીયાને જાણ કરતાં સંદિપ જેસડીયા દ્વારા GSPCA ટીમનાં કાર્યકર્તાઓ સાથે ઘટનાસ્થળે પહોંચી જઈ ઘટનાનો તાગ મેળવ્યો હતો. અને ગટરનાં ખુલ્લા ખાડામાં પડેલા નંદીને સહી-સલામત કેવી રીતે બહાર કાઢવો તેની તજવીજ હાથ ધરી હતી.
જો કે ભારે જહેમત બાદ જેસીબી મશીન દ્વારા નંદીને સહી સલામત બાંધી કોઈપણ પ્રકારની ઈજા ન થાય તેની કાળજી રાખી નંદી આખલાને સહી-સલામત ગટરમાંથી બહાર કાઢ્યો હતો અને સહી સલામત છોડી દેવામાં આવ્યો હતો.
આમ આજે પણ માનવતા નથી મરી પરવારી તેનું ઉત્તમ ઉદાહરણ જીવ દયા સંસ્થાનાં કાર્યકર્તાઓએ પૂરું પાડ્યું હતું.