કોરોનાના દૈનિક કેસો અને મોતની સંખ્યામાં થયો ઘટાડો, 24 કલાકમાં સામે આવ્યા 1.32 લાખ નવા કેસ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નવી દિલ્લીઃ કોરોના વાયરસના દૈનિક કેસો અને મોતની સંખ્યામાં થોડા ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 1,32,364 નવા કેસ મળ્યા છે. વળી, છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસથી 2713 લોકોના મોત થયા છે. આ પહેલા ગુરુવારે કોરોના વાયરસના 1.34 લાખ દર્દી મળ્યા હતા જ્યારે 2887 લોકોના જીવ ગયા હતા. જો કે આ દરમિયાન એક રાહતની વાત એ છે કે દેશમાં 24 કલાકની અંદર કોરોના વાયરસના 2,07,071 દર્દી રિકવર થયા છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 2,85,74,350 અને રિકવર દર્દીઓની સંખ્યા 2,65,97,655 થઈ ગઈ છે. વળી, સતત રિકવર થઈ રહેલા દર્દીઓના કારણે કોરોના વાયરસના સક્રિય કેસ પણ ઘટ્યા છે. હાલમાં દેશમાં કોરોના વાયરસના 16,35,993 સક્રિય કેસ છે. કોરોના સંક્રમણના કારણે અત્યાર સુધી 3,40,702 લોકોના જીવ ગયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ સામે દેશમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યુ છે જેમાં અત્યાર સુધી વેક્સીનનો કુલ 22,41,09,448 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

‘કોરોના સામે શક્તિશાળી ઢાલ છે વેક્સીન’

હાલમાં જ દિલ્લી સ્થિત એઈમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ જોર આપીને એ વાત કહી કે કોરોના વાયરસ સામે અમારી પાસે સૌથી શક્તિશાળી ઢાલ જો કોઈ હોય તો તે માત્ર વેક્સીન જ છે. ડૉ. ગુલેરિયાએ લોકોને અપીલ કરી કે કોઈ અફવામાં પડ્યા વિના તે વેક્સીનનો બંને ડોઝ લે. રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ, ‘અમુક લોકો એ વિશે શંકા કરી રહ્યા છે કે કોરોના વાયરસ વેક્સૂનનો બંને ડોઝ લીધા બાદ સંક્રમણ થઈ રહ્યુ છે. પરંતુ એ જણાવવા માંગુ છુ કે જે લોકો વેક્સીનનો બંને ડોઝ લઈ ચૂક્યા છે અને કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે તેમનામાં હળવા લક્ષણ જ મળી રહ્યા છે અને બાકી દર્દીઓની તુલનામાં તે જલ્દી રિકવર પણ થઈ રહ્યા છે.’

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •