કોરોનાની અસર દાંત પર પણ થાય છે, નેગેટિવ થયા બાદ થતાં દાંતના દુખાવાને ભુલથી પણ અવગણતાં નહીં

SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares

કોરોના સંક્રમણનો શિકાર થયા બાદ દર્દીને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તે સામાન્ય વાત છે. પરંતુ વર્તમાન સ્ટ્રેનમાં કોરોના દાંતને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે. દાંતના ડોક્ટરો પાસે એકાએક દર્દીઓનો વધારો થવાથી આ વાતની જાણકારી સામે આવી છે. ચિકિત્સક માની રહ્યા છે કે કોરોના દાંતના સ્ટ્રકટરને નુકસાન પહોંચાડી રહ્યો છે. તેના કારણે દર્દીના પેઢામાં ફંગસ જોવા મળી રહી છે. તેની સારવાર પણ જરૂરી છે. જો સારવાર ન કરવામાં આવે તો તે અંદર ફેલાવા લાગે છે.

જલંધરના જાણીતા ડોક્ટરોના જણાવ્યાનુસાર તેમની પાસે ઘણા એવા દર્દી આવે છે જેમને સંક્રમણ દરમિયાન કે પછી દાંતમાં અજીબ સમસ્યા અનુભવી હોય. ઘણા દર્દીને દાંતમાં ઝણઝણાટી થાય છે, ઘણાને દાંત હલવા લાગે છે.
બીમારીથી રીકવર થઈ ગયા બાદ પણ લાંબા સમય સુધી તેની અસર રહે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે સંક્રમણ બાદ પેઢામાં અસર જોવા મળી છે. દર્દીના પેઢામં ફંગસ થઈ જાય છે. આ ફંગસ બહારથી નહીં અંદરથી વધે છે. તેથી તે વધારે ઘાતક સાબિત થાય છે. એટલા માટે જ કોરોનાના સંક્રમણ બાદ દાંતની દેખરેખ રાખવી જરૂરી છે. જો તમને દાંતમાં દુખાવો થાય છે તો તેને ગંભીરતાથી લેવો જોઈએ.

Source link


SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares