કોરોનાની ચેન તોડવા ગુજરાતના ગામડાઓ અને નાના શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન

SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસ તંત્ર માટે માથાના દુખાવા સમાન બની રહ્યા છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના આંકડા દરરોજ નવો રેકોર્ડ સ્થાપી રહ્યા છે. કોરોનાની બીજી લહેર પહેલાં વધુ ખતરનાક અને ભયાનક છે. તેમછતાં ઘણી જગ્યાએ બેદકારીના નમૂના જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના લીધે સાવચેતી જ એકમાત્ર ઉપાય છે. કોરોનાની ચેન તોડવી જરૂરી છે.તેના માટે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે, કોરોનાના સંક્રમણથી સુરક્ષિત રહી શકાય એ દિશામાં જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેમાં અનેક વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન, રાત્રિ કર્ફ્‌યૂ, આંશિક લોકડાઉન જેવા ર્નિણયો લઇ રહ્યા છે.

આણંદમાં છેલ્લા બે માસમાં ડેમોલ, રૂપિયાપુરા, પીપળાવ, સારસા, વિરસદ, મલાતજ, ચાંગા, પણસોરા અને લિંગડા ઉપરાંત બોદાલ અને કાસોર ગ્રામ પંચાયતે પણ હાલ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.
ખેડા જિલ્લાના ત્રણ તાલુકાનાં ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું છે, જેમાં વસો તાલુકાના પીજ, કપડવંજ તાલુકાના તેલનાર અને નડિયાદ તાલુકાના અલિન્દ્રા ગામનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં બપોર બાદ સ્વૈચ્છિક રીતે લોકડાઉન લાદવામાં આવ્યું છે.

દાહોદ જિલ્લાના બલૈયા ગામમા તારીખ ૧થી ૫ લોકડાઉન કરાયું હતું, જે હવે ખોલી દેવાયું છે. ફતેપુરા તાલુકાના જ તાલુકા મથક ફતેપુરા,કરોડિયા પૂર્વ અને કાળિયા વલુનડામાં આજે 6 એપ્રિલથી 15 એપ્રિલ સુધી 10 દિવસનું લોકડાઉન જાહેર કરવામા આવ્યું છે.

જામનગરમાં મોટીબાણુગરમાં 1 અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે, જ્યારે જામજાેધપુરના ગોપમાં થોડા સમય પહેલાં એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન અપાયું હતું. જૂનાગઢ જિલ્લામાં ટીકર, ધંધૂસર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે, જ્યારે સાંતલપુરમાં પણ લોકડાઉન જાહેર કરવા અંગે બેઠક મળવાની છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રામાં વિવિધ એસોસિયેશન દ્વારા 12 એપ્રિલ સુધી સાંજે ૬ વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધનો ર્નિણય લીધો છે. ભુજના મુન્દ્રા તાલુકાના સાંઅઘોઘા ગામે 13 દિવસનું આંશિક લોકડાઉન ગ્રામપંચાયત દ્વારા લાદવામાં આવ્યું છે. કચ્છમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખી સમાઘોઘા ગામે સરપંચ દ્વારા 6 થી 18 એપ્રિલ સુધી બપોરના ત્રણ વાગ્યા સુધી બજારો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

દમણમાં રાત્રિ કર્ફ્‌યૂનો સમય 3 કલાક વધારી દેવાયો છે. દમણમાં આજથી સાંજે 8 થી સવારે 6 વાગ્યા સુધી દમણમાં કર્ફ્‌યુ લાગુ કરી દેવાયો છે. પહેલાં રાત્રે 10 થી સવારે 5 સુધી કર્ફ્‌યુ હતોદમણ વિસ્તારમાં સાહેલગાહ માણવા આવતાં સહેલાણીઓ આવતા હોય છે, જેથી કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા વધારે રહે છે, જેથી રાત્રિ કર્ફ્‌યૂ લદાયો છે.

પહેલાં રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્‌યૂ રાખવામાં આવ્યો હતો. તેમ છતાં દમણમાં કોરોના સંક્રમણના આંકમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થઇ રહ્યો છે, જેથી કર્ફ્‌યૂમાં ૩ કલાકમાં વધારો કરાયો છે.

Source link


SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares