કોરોનાનો વધુ એક સ્‍ટ્રેન સામે આવ્‍યોઃ જાપાનમાં વાયરસમાં મળ્‍યા ૧૨ મ્‍યુટેશન

SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

ટોકીયો , તા. ૧૧ :. બ્રિટનમાં પેદા થયેલો કોરોના વાયરસનો નવો સ્‍ટ્રેન હવે જાપાન પહોંચી ગયો છે. જાપાનના સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે તેની પુષ્‍ટી કરી છે. બ્રાઝીલથી જાપાન પહોંચેલા યાત્રીમાં આ નવો સ્‍ટ્રેન જોવા મળ્‍યો છે. જે દ.આફ્રિકા અને બ્રિટનમાં મળેલા સંક્રામક સ્‍ટ્રેનથી અલગ છે. વૈજ્ઞાનિકોએ આ અંગે તપાસ શરૂ કરી છે.

બ્રાઝીલથી આવેલા ૪ લોકોમાં આ નવો સ્‍ટ્રેન મળ્‍યો છે. ડબલ્‍યુએચઓને પણ આની માહિતી આપવામાં આવી છે.

કોરોનાના નવા સ્‍ટ્રેનમાં બાર મ્‍યુટેશન છે. જેમાંથી એક મ્‍યુટેશન બ્રિટન અને દ. આફ્રિકામાં મળેલા નવા કોરોનાના વાયરસ જેવા જ છે.
આનાથી સંભવ છે કે જાપાનનો સ્‍ટ્રેન પણ વધુ ચેપી છે.

૨ જાન્‍યુઆરીના રોજ ટોકીયો એરપોર્ટ પર બ્રાઝીલથી આવેલ યાત્રીને શ્વાસ લેવાની તકલીફ હતી જ્‍યારે એક મહિલા યાત્રીને માથામા દુઃખાવો તથા ગળામાં તકલીફ હતી. જ્‍યારે ત્રીજા યાત્રીને તાવ હતો. ૪ લોકોમાંથી માત્ર એકમા કોઈ લક્ષણ નહોતા. બધાને એરપોર્ટ પર જ કોરન્‍ટાઈન કરવામાં આવેલ છે. જાપાનમાં ટોકીયો અને તેની આસપાસના પ્રાંતોમા કટોકટી જાહેર કરવામાં આવી છે.

Source link


SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share