કોરોનાનો વિસ્ફોટ: મહેસાણા જિલ્લામાં આજે એક સાથે નવા 9 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 17 પર પહોંચી

SHARE WITH LOVE

મહેસાણા

  • મોટાભાગના કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની સામે આવી

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આજે જિલ્લામાં નવા 9 કેસ સામે આવ્યા છે. જેમાં મોટા ભાગના કેસમાં વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. આજે નવા 9 કેસ સામે આવતાં જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 19 પર પહોંચી છે.

મહેસાણા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાએ સ્પીડ પકડી છે. ઓમિક્રોન અને કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 4 કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે કોરોના 17 કેસ એક્ટિવ છે.

આજે નવા નોંધાયેલા 9 કેસમાં કડી તાલુકામાં 3 કેસ જેમાં 1 પુરુષ અને 2 સ્ત્રી, દગાલામાં 1, મહેસાણામાં 5 કેસ જેમાં માલગોડાઉનનો એક કેસ કેનેડાથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત શહેરમાં ટીબી રોડ, મોઢેરા રોડ અને ongc કોલોનીમાં હાલ એક્ટિવ કેસ છે.

કોરોની ત્રીજી લહેરને લઇને આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે, જિલ્લામાં આજે નવા 2837 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેના પરિણામ આવતીકાલે સામે આવશે. જિલ્લામાં આજે એક દર્દી ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

મહત્વનું કે, કડીના દેત્રોજ રોડ ઉપર રહેતા ત્રણ વ્યક્તિઓને પોઝિટિવ કેસ નોંધાયો હતો. આ ત્રણેય વ્યક્તિ છ તારીખે અમેરિકાથી આવ્યા હતા અને ફરવા જવાનું હોય કોરોના રિપોર્ટ કઢાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમના પરિવારના છ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE