કોરોના વેકસીનના રજીસ્ટ્રેશન માટે ક્યા દસ્તાવેજો જરુરી?

SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares

કોવિડ રસીનો બીજો ડ્રાય રન આઠ જાન્યુઆરીએ પૂરા દેશના તમામ જિલ્લાઓમાં યોજાશે. રસીકરણ માટે પ્રથમ ડ્રાય રન 28 અને 29 ડિસેમ્બરે દેશના 4 રાજ્યોમાં કેટલાક સ્થળોએ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2 જાન્યુઆરીએ દેશમાં પ્રથમ ડ્રાય રન તમામ રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં કરવામાં આવ્યો. ટૂંક સમયમાં સરકાર સામાન્ય લોકો માટે રસીકરણ શરૂ કરશે, આમાંથી આ દસ્તાવેજો કોવિડ રસીકરણ માટે નોંધણી કરાવવા માટે યોગ્ય ગણાશે.

કરોના વેકસીનના રજીસ્ટ્રેશન માટે આધારકાર્ડ, મતદાર ઓળખકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ,પાસપોર્ટ, પેંશન દસ્તાવેજ ,ધારાસભ્ય વગેરે માટે ફોટોગ્રાફ સાથે આપવામાં આવેલું ID કાર્ડ, ફોટોગ્રાફ બેંક પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલું આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની કંપનીઓ દ્વારા જારી કરાયેલ ફોટોવાળુ ઓળખ કાર્ડ, એનપીઆર હેઠળ ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જાહેલ કરાયેલું સ્માર્ટ કાર્ડ વગેરે કાર્ડ ઓળખ માટે રજૂ કરી શકો છો.

ભારતમાં પણ, બે રસીને ઇમરજન્સી માટે વાપરવાની મંજૂરી આપવામાં આવી છે. હવે લોકોને આ રસીઓ થોડા દિવસોમાં મળવાનું શરૂ થઈ જશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારોને રસી આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રસીકરણ અભિયાનની સફળતા અને તેના સરળ અમલીકરણ વિશે એક બનાવી છે.

રસીકરણ પછી શરીરમાં એન્ટિબોડીઝ ક્યારે બનવાનું શરૂ કરશે? પહેલો ડોઝ, બીજો કે ત્રીજો ડોઝ?
રસીકરણના બીજા ડોઝના 2 અઠવાડિયા પછી, વાયરસ સામે શરીરમાં પર્યાપ્ત એન્ટિબોડીઝ વિકસિત થાય છે, ત્યાં સુધી દરેક વ્યક્તિએ કોવિડની દરેક માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.

Source link


SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares