કોવિડ રસી / વેક્સિન વોર:સીરમના CEOએ કહ્યું સૌથી અસરકારક 3 રસી, તો બાયોટેકના MDએ કહ્યું અમારી રસી 200 % સેફ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભારતમાં એકીસાથે બે કોરોના વેક્સિનને મંજૂરી મળતા હાલમાં રાજકારણ ગરમાયું છે, હૈદરાબાદની કંપની ભારત બાયોટેક્ની કોવાકિસનને થર્ડ ટ્રાયલ પૂરા થયા પહેલા મંજૂરી મળી હોવાના આક્ષેપ સાથે વિપક્ષે આ મામલે સરકાર દ્વારા ઉતાવળ કરાઇ હોવાનો આકસહપ કરાયપ હતો જો કે ભારત બાયોટેકના એમડી ડો કૃષ્ણા એલ્લાએ કહ્યું હતું કે તેમની વેક્સિન 200 ટકા સુરક્ષિત છે અને અમારી વેક્સિનનું રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે.

 • ભારતમાં છેડાયું વેક્સિન વોર, મંજૂરી મળેલ બંને રસીની નિર્માતા કંપનીઓ સામસામે
 • સીરમના CEO એ કહ્યું સૌથી વધુ અસરકારક ત્રણ જ રસી, ફાઇજર, મોડર્ના અને કોવિશિલ્ડ, બાકી બધી પાણી જેવી
 • ભારત બાયોટેકના MD એ કહ્યું, 12 વર્ષથી વધુના બાળકો માટે એકમાત્ર અમારી વેક્સિન. 200 ટકા સુરક્ષિત છે

આ મુદ્દે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું કે મારા પરિવારનો કોઈ પણ સભ્ય કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો નથી માટે હવે રાજનીતિ બંધ થવી જોઈએ.

મહત્વનું છે કે વેક્સિન પર કોંગ્રેસ દ્વારા ઊઠાવાઇ રહેલા સવાલોના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમને વેક્સિન બનાવવાની દ્રષ્ટિએ બિનઅનુભવી તરીકે ન ચીતરવ જોઈએ, અમારી વેક્સિનનું બ્રિટન સહિત પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને અન્ય દેશોમાંઅ ટ્રાયલ થયું છે અથવા થઈ રહ્યું છે, અમારી પાસે 123 દેશો માટે રસી બનાવવાનો વ્યાપક અનુભવ છે માટે અમારી કંપની ગ્લોબલ છે મહેરબાની કરીને અમને બિનઅનુભવી તરીકે ન ચીતરવા જોઈએ.

12 વર્ષથી વધુના બાળકો માટે એકમાત્ર વેક્સિન

ભારત બાયોટેકના એમડી કૃષ્ણા એલ્લાએ વધુમાં કહ્યું હતું કે 12 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકો માટે અમારી પાસે જ એકમાત્ર વેક્સિન છે અને હવે અમે પ્રોટોકોલ મુજબ તેમના માટે
પરીક્ષણની યોજના બનાવી રહ્યાં છીએ.

આ સિવાય તેમણે કહ્યું હતું કે મનેખબર નથી કે શા માટે હમેંશા ભારતીય કંપનીઓ અન્ય લોકોના નિશાના પર રહે છે. આંતરાષ્ટ્રીય જર્નલોમાં 70થી વધુ લેખો આવ્યા છે જેમાં આ વેક્સિનના વિશે માહિતી આપવામાં આવી છે, ઇમરજન્સી એપ્રુવલ માટે એક પદ્ધતિ હોય છે જેને અમે અનુસરી છે. એસ્ટ્રાજેનેકાએ વોલેન્ટિયર પર સાઈડ ઈફેક્ટને દબાવવા માટે 4 ગ્રામ પેરાસિટામોલ આપતા હતા. અમે એક પણ વોલેન્ટિયરને પેરાસિટામોલ આપી નથી. હું આશ્વસર્ત કરું છું કે અમારી વેક્સિન 200 ટકા સુરક્ષિત છે.”

વેક્સિનની સાઈડ ઈફેક્ટ્સ બાબતે શું કહ્યું ?

આ બાબતે બાયોટેકના ચેરમેને કહ્યું હતું કે અમારી વેક્સિન કોવાકિસન એ સૌથી ઓછી 10 ટકા જ સાઈડ ઈફેક્ટ્સ દેખાડી છે જ્યારે કે અન્ય વેક્સિનમાં આ સાઈડ ઇફેક્ટસનું પ્રમાણ 60 થી 70 ટકા જેટલો રહે છે, આ બાબતે તેમણે કોવિશિલ્ડ પર ગંભીર આરોપ મૂકતાં કહ્યું હતું કે એસ્ટ્રાજેનેકાએ વોલેન્ટિયર પર સાઈડ ઈફેક્ટને દબાવવા માટે 4 ગ્રામ પેરાસિટામોલ આપતા હતા. અમે એક પણ વોલેન્ટિયરને પેરાસિટામોલ આપી નથી. હું આશ્વસર્ત કરું છું કે અમારી વેક્સિન 200 ટકા સુરક્ષિત છે.”

મહત્વનું છે કે એમ્સના ડિરેક્ટરે કોવાકસિનને કોવિશિલ્ડનો બેકઅપ પ્લાન તરીકે ઉપયોગમાં લેવાની વાત કરી હતી તેને લઈને ભારત બાયોટેકના એમડી ભડક્યા હતા અને કહ્યું હતું કે અમારી વેક્સિન કોઈનો પણ બેકઅપ પ્લાન નથી, આ સિવાય તેમણે કહ્યું હતું કે ત્રીજા ચરણના ટ્રાયલ એક બે દિવસમાં પૂરા થઈ જશે અને ફેબ્રુઆરી કે માર્ચમાં તેના પરિણામ આવી જશે.

DCGI એ આપી છે બે રસીને મંજૂરી

જો કે હાલમાં જ સીરમના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે વિશ્વમાં સૌથી વધુ ત્રણ જ કોરોના વેક્સિન અસરકારક પુરવાર થઈ છે એક ફાઈજર અને બીજી મોડર્નાની અને ત્રીજી અમારી કોવિશિલ્ડ, જ્યારે કે બીજી બધી વેક્સિન સલામત તો છે પણ પાણી જેવી છે.

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ રવિવારે ભારત બાયોટેકની સ્વદેશી કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. જ્યારે, ઝાયડસ કેડિલા હેલ્થકેરની ઝાયકોવ-ડીને ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી મળી છે. આ તબક્કે વેક્સિન અંગેનું રાજકારણ ગરમાયું હતું, અખિલેશ યાદવે સૌપ્રથમ વેક્સિનને ભાજપની વેક્સિન કહેતા મામલો બીચક્યો હતો અને પછીથી કોંગ્રેસના નેતાઓએ પણ કોવાકસિન મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •