કૌભાંડ! Ration scam : પંચમહાલ જિલ્લામાં એક બાદ એક અનાજ કૌભાંડ, 1 વર્ષ પહેલાં નાખેલા વજન કાંટા બંધ હાલતમાં

SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

પંચમહાલ જિલ્લામાં એક બાદ એક તાલુકામાં અનાજ કૌભાંડ સામે આવી રહ્યા છે.

 • પંચમહાલ માં પુરવઠા નિગમની બેદરકારી
 • 1 વર્ષ પહેલાં નાખેલા વજન કાંટા બંધ હાલતમાં
 • પુરવઠા ગોડાઉનમાં થઈ રહ્યું છે કૌભાંડ

પંચમહાલ જિલ્લામાં એક બાદ એક તાલુકામાં અનાજ કૌભાંડ સામે આવી રહ્યા છે.  જેમાં કરોડો રૂપિયાના અનાજ સગે વગે કરી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી કાલોલ બાદ શહેરા પણ અનાજ કૌભાંડ સામે આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રીએ પણ કડક તપાસના આદેશ આપ્યા હતા ત્યારે હાલ પણ પંચમહાલ જિલ્લામાં પુરવઠા નિગમની બેદરકારી સામે આવી છે છેલ્લા એક વર્ષથી સ્થાનિક ગોડાઉનમાં અનાજ તોલવા માટેના વજન કાંટા બંધ હાલતમાં દેખવા મળી આવ્યા હતા 

FCI ગોડાઉન માંથી આવતું અનાજ સ્થાનિક ગોડાઉનમાં તેનું વજન કાંટો કરવામાં આવતો નથી જેના કારણે અનાજમાં ઘટ દેખવામાં આવે છે વારંવાર અનાજ ગોડાઉન માં ઘાટ હોવાને કારણે દુકાનદારોને પણ ઘટ મળતી હોય છે આખરે અંતે શોષણ ગરીબ લોકોને થાય છે આ ઘટમાં કોન્ટ્રાક્ટર અને ગોડાઉન મેનેજર કટકી કરવામાં મોકળું મેદાન મળે છે.

ગોડાઉનમાં મુખ્ય કારણ એ છે કે વજન કરેલી ગાડી સ્થાનિક ગોડાઉનમાં આવ્યા બાદ તેનું વજન કરવામાં આવતું નથી જેથી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને સીધી કટકી કરવામાં સફળતા મળતી હોય એમ સ્પષ્ટ દેખાય છે નિગમનાં ઉચ્ચ કર્મચારીઓ દ્વારા ગોડાઉનમાં લગાવેલા વજન કાંટા માં કેમ બંધ હાલતમાં છે તે ચકાસવું જરૂરી બન્યું છે

પંચમહાલ જિલ્લામાં વજન કાંટા બંધ હોવાને કારણે તેનો સીધો ફાયદો કોન્ટ્રાક્ટર લઈ શકે છે અને ક્યારેક સરકારી ગોડાઉન મેનેજર મિલીભગતને કારણે આ કૌભાંડ થઈ પણ શકે છે જો વજન કાંટા શરૂ કરી દેવામાં આવે તો સ્પષ્ટપણે fci ગોડાઉન નથી આવતો અનાજનો જથ્થો ગઢ થવાનું બંધ થાય તે નકારી શકાય નહીં

Source:


SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares