ખતરાની ઘંટી વાગી રહી છે : મીની લોકડાઉન જરૂરી

SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

નવી દિલ્હી તા. ૩ : દેશભરના ઘણા રાજયોમાં કોરોના સંક્રમિતના આંકડા ઝડપથી વધી રહ્યા છે. તેને કાબુ કરવા માટે કેન્દ્ર અને રાજય સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે, પરંતુ તેમ છતાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. એવામાં લોકોમાં ભય વધી રહ્યો છે અને તેમના મનમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે

ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું, દેશમાં સ્થિતિ યોગ્ય નથી. ખતરાની ઘંટી વાગી રહી છે. દેશમાં કોરોના પોઝિટિવિટી દર ઝડપથી વધી રહ્યો છે. તેને કાબુ કરવા માટે ખૂબ કડકતાની જરૂર છે. વેકસીન આવ્યા બાદ લોકો કોરોનાને ભુલવા લાગ્યા, પરંતુ હકીકતમાં કોરોના ગયો નથી. આ કારણ છે કે, જેમ જેમ લોકો માસ્ક લગાવવાનું બંધ કર્યું, પાર્ટીમાં જવાનું શરૂ કર્યું, તેમ તેમ કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો.
આ મહામારીથી બચવું છે તો પ્રત્યેક વ્યકિતને પોતાની જવાબદારી સમજવી પડશે. માસ્ક લગાવવું પડશે, ભીડથી બચવું પડશે. જો આપણે કોરોના સંક્રમણને રોકવા માગીએ છે તો ભેગા મળીને ટ્રિપલ ટી ફોર્મ્યુલા પર કામ કરવું પડશે. ટેસ્ટિંગ, ટ્રેકિંગ, આઇસોલેશન, કન્ટેઇનમેન્ટ ઝોન ફરીથી બનાવી આ મહામારી પર કાબુ કરવો પડી શકે છે.

AIIMS ડાયરેકટરે વધુમાં કહ્યું, મને ભય છે કે, આ વર્ષે કોરોનાનો પિક ૧ લાખને પાર કરી શકે છે. જોકે આપણે ગયા વર્ષે ઘણું શીખ્યા છીએ. અમારી પાસે આઇડિયા છે કે, કેવી રીતે કોવિડ ઇન્ફેકશનને રોકી શકાય છે, વેકસીનનો સપોર્ટ છે. પરંતુ જે તેજીથી સંક્રમિતોના આંકડા વધી રહ્યા છે તે કહેવું ખોટું નથી કે, કોરોના ગત વર્ષના પિક રેકોર્ડ આ વર્ષે તોડશે. ત્યારે જેમ જેમ કોરોનાના કેસ વધશે હોસ્પિટલોમાં પણ દબાણ વધશે. આ ખુબજ ગંભીર સ્થિતિ હશે જયારે એક સાથે કોવિડ અને નોન કોવિડ દર્દીઓની સારવાર કરવી પડશે.

ડો. ગુલેરિયાએ કહ્યું કે, આખા દેશમાં કોરોના લોકડાઉન લાગવું મુશ્કેલ છે. પરંતુ જયાં કોરોનાના વધારે કેસ આવી રહ્યા છે. તે એરિયાને આપણે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવો પડશે. ત્યાં મીની લોકડાઉન જેવી સ્થિતિ કરવી પડશે, જેથી લોકો તે એરિયાથી બહાર ના જઈ શકે અને સંક્રમણને કાબુ કરી શકાય. આ મીની લોકડાઉન ત્યાં સુધી રહેશે જયાં સુધી અમે તેમ ન કહી શકીએ કે આ એરિયામાંથી લોકડાઉન હટાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારે લોકડાઉનની જરૂરિયાત અમે આવનારા સમયમાં કરી શકીએ છીએ. પરંતુ આખા દેશમાં લોકડાઉન કરવાથી બહુ ફાયદો થશે નહીં.Source link


SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares