ખેડૂત આંદોલન / દિલ્હી પર વધુ એક સંકટ, હજારો ખેડૂતો દિલ્હી તરફ નીકળી પડ્યાં, જાણો કારણ

SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

ભારતીય કિસાન યુનિયનના નેતા એકતા ઉગ્રાહાનના આહવાનને પગલે હજારો ખેડૂતોએ દિલ્હી બોર્ડર તરફની કૂચ શરુ કરી દીધી છે.

 • મહામારીની વચ્ચે પણ ખેડૂતો આંદોલન ચાલુ રાખવાના મૂડમાં
 • 15,000 ખેડૂતો દિલ્હી બોર્ડર તરફની કૂચ શરુ કરી
 • ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવી રહ્યાં છે

લગભગ 15,000 ખેડૂતો પોતપોતાના વાહનમાં સવાર થઈને દિલ્હી બોર્ડરે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ભાગ લેવા નીકળી પડ્યાં છે.ભારતીય કિસાન યુનિયનના નેતા જોગિન્દર સિંહ, સેક્રેટરી, શિંગારા સિંહ માન, રામ સિંહ તથા બીજા નેતાઓની આગેવાનીમાં 15 હજાર ખેડૂતો દિલ્હી બોર્ડર તરફ રવાના થયા છે.

 

 

પંજાબમાં 42 સ્થળોએ ધરણા કરવાનું ખેડૂતોનું આયોજન

ભારતીય કિસાન યુનિયનના નેતા જોગિન્દર સિંહે જણાવ્યું કે પંજાબમાં 42 સ્થળોએ ધરણા કરવાનું ખેડૂતોનું આયોજન છે.

ખેડૂતોએ સોશિયલ ડિસ્ટન્સિંગના કોઈ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી

ખેડૂત નેતા રાકેશ ટિકેતે જણાવ્યું કે આંદોલન કરી રહેલા ખેડૂતોએ સોશિયલ ડિસ્ટન્સિંગના કોઈ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. ઈફતાર સેલિબ્રેશનમાં પણ ખેડૂતો એકબીજાથી અંતર જાળવીને બેઠા હતા. સરકારે 50 લોકોની મંજૂરી આપી છે. ફક્ત 22-35 લોકો ભેગા થયા હતા. કોઈએ પણ હાથ મિલાવ્યા નથી. તેમણે કહ્યું કે સંખ્યાબંધ ખેડૂતોને કોરોનાની રસીનો બીજો ડોઝ મળ્યો નથી.

સંયુક્ત કિસાન મોરચો સરકાર સાથે મંત્રણા કરવા તૈયાર

રાષ્ટ્રિય પ્રવક્તાએ કહ્યું કે સરકાર જો સંયુક્ત કિસાન મોર્ચાને લઈને વાતચીત માટે આમંત્રણ મોકલશે તો તેની પર વિચાર કરવામાં આવશે, સરકાર સાથે વાતચીત ત્યાંથી જ શરૂ કરાશે જ્યાં 22 જાન્યુઆરીએ અટકી હતી. 3 કાળા કૃષિ કાયદાની વાપસી, એમએસપીને માટેના કાયદા પર વાત થશે. ખેડૂતોના મુદ્દા એ જ રહેશે. આ વાત રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારના કૃશિ મંત્રીની તરફથી આવેલા નિવેદનના જવાબમાં કહી છે.

 

 

સિંધુ બોર્ડર પર ગઈકાલે રાકેશ ટિકૈતે કરી આ જાહેરાત
રવિવારે રાકેશ ટિકૈત સિંધુ બોર્ડર પર આયોજિત સર્વખાપ પંચાયતમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેઓએ કહ્યું કે 14 એપ્રિલે બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરના જન્મ દિવસે ખેડૂતોનો મોર્ચો સંવિધાન બચાઓ દિવસ ઉજવશે. આ પહેલા 13 એપ્રિલે આંદોલનના દરેક મોર્ચા પર ખાલસા પંથ સ્થાપના દિવસ મનાવાશે અને જલિયાવાલા બાગ કાંડની વરસી પર શહીદોને યાદ કરાશે.

રાકેશ ટિકૈતે વાતચીતને લઈને કહ્યું આવું
કૃષિ મંત્રીના નિવેદન પર રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર 22 જાન્યુઆરીથી પહેલા સંયુક્ત કિસાન મોર્ચાને વાર્તાનું આમંત્રણ મોકલતી રહી છે. અને તે રીતે આમંત્રણ મોકલશે તો વાત થશે. પણ આ વાતચીત ત્યાઁથી શરૂ થશે જ્યાં અટકી હતી. વાતચીતના મુદ્દા પહેલા હતા તે જ રહેશે.Source link


SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares