ગાંધીનગરમાં ભાજપની ભવ્ય જીત, જોઈ લો ફાઈનલ રિઝલ્ટ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તમામ બેઠકની મત ગણતરી પૂર્ણ થઇ ચૂકી છે. ગાંધીનગરમાં ભાજપની ભવ્ય જીત થઇ છે. ગાંધીનગરના ઈતિહાસમાં પહેલી વખત ભાજપે બહુમતી સાથે જીત હાંસલ કરી છે. ભાજપની જીત થતા જ ભાજપ પ્રદેશ કાર્યાલય પર ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મતદાન ગણતરી કેન્દ્ર બહાર પર ભાજપના જીતેલા ઉમેદવારોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. ગાંધીનગરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ હતો. આમ આદમી પાર્ટીના પ્રચારને જોઈને એવું લાગી રહ્યું હતું કે, આમ આદમી પાર્ટીને ગાંધીનગરમાં વિપક્ષનુ સ્થાન મળશે પણ આ ધારણા ખોટી નીકળી. ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલની જોડીને ખૂબ મોટી કમાલ ગાંધીનગરની ચૂંટણીમાં કરી છે. આ ભાજપની વિધાનસભાની 2022ની ચૂંટણીને લઇને એક ટેસ્ટ હતી જેમાં ભાજપ ખૂબ સારા માર્ક્સ મેળવીને પાસ થઇ છે. ગાંધીનગરમાં BR અને CRની જોડીના વાવાઝોડાના કારણે કોંગ્રેસના સુપડા સાફ થયા છે.

ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપને 41 બેઠક પર જીત મળી છે. કોંગ્રેસને 2 બેઠક અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી છે. આ પરિણામ પરથી એવું કહી શકાય કે ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપને 55% મત મળ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની જીત થતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું મો મીઠું કરાવ્યું હતું. ત્યારબાદ બંને એક સાથે કમલમ પર પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકામાં તેમના મેયર બનાવવાના દાવા કરવામાં આવી રહ્યા પણ આમ આદમી પાર્ટી 44માંથી 1 બેઠક જ જીતી શક્યું છે. તો ગાંધીનગરના પરિણામમાં કોંગ્રેસને માત્ર 17% મત મળ્યા તેવું કહી શકાય. ગાંધીનગરમાંથી કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે અને આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે.

ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપના 12 મંત્રીઓને 11 વોર્ડની જવાબદારી આપવામાં આવી હતી. આ મંત્રીઓએ તેમની જવાબદારી ખૂબ જ સારી નિભાવી તેવું પણ કહી શકાય. ભાજપની પેજ પ્રમુખ અને બૂથ પ્રમુખની નીતિએ કમળ કરી હોય તેવું આ ગાંધીનગરના પરિણામ પરથી કહી શકાય. ગાંધીનગર મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 6 કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો પણ ત્યારે ત્યાં ભાજપના 3 ઉમેદવારની જીત થઇ છે અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર જીત થઇ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેને મળીને માત્ર 3 બેઠક મળતા જ તે વિપક્ષમાં પણ નહીં બેસી શકે. ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપની જીત તે 2022ની ચૂંટણીમાં ભાજપ માટે સારા સંકેત ગણવામાં આવે છે. 

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •