ગાંધીનગર કોરોના LIVE: ગાંધીનગર સિવિલના માઇક્રોબાયોલોજીના HoD સહિત 5 તબીબ સંક્રમિત, કોર્ટની ફિઝિકલ કામગીરી બંધ કરાઇ

SHARE WITH LOVE

ગાંધીનગર

પ્રતિકાત્મક તસવીર

  • સોમવારે જિલ્લામાં 7731 લાભાર્થીને રસી અપાઈ

કોરોનાનો કહેર એકાએક વધી ગયો છે. દિવસ પસાર થતાંની સાથે જ કેસનો આંકડો ડબલ થઇ જાય છે. ત્યારે ગાંધીનગર કોર્ટની ફિઝિકલ કામગીરી બંધ કરી દેવાઈ છે. કેસને લગતી સુનાવણી ગેટ નંબર 2 ઉપર જ કરાય તેવી વ્યવસ્થા થઈ છે. પહેલા દિવસે વ્યવસ્થા બદલાઇ હોવાના કારણે ઘર્ષણ ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ તમામ કોર્ટમાં કોરોના વાઇરસને અટકાવવા પગલાં લેવા સૂચના અપાઈ હતી. ગાંધીનગર કોર્ટમાં શનિવારે જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજે કોર્ટ પરિસરના બહારના ભાગનું નિરીક્ષણ કરાયું હતું, જેમા ગેટ નંબર-2 અને પાલિકા ભવન પાસેની જગ્યા બાબતે કોર્ટના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને છેલ્લે ગેટ નંબર-2ને પસંદ કરાયો હતો. કોર્ટમાં સોમવારથી વકીલ સહિતના તમામ કોર્ટમાં આવતા લોકો માટે પ્રવેશબંધી કરી દેવાઇ છે.

કેસની ફિઝિકલ સુનાવણી બંધ કરીને વર્ચ્યુઅલ સુનાવણી શરૂ કરાઈ છે. આ માટે કોર્ટના ગેટ નંબર 2 ઉપર બારી બનાવાઈ છે. જ્યુડિશિયલ ઑફિસરોને ડ્યુટી મૅજિસ્ટ્રેટ તરીકેની કામગીરી સોપવામાં આવી છે ત્યારે પ્રોડક્શન અને રીમાન્ડની કામગીરી ગેટ નંબર 2ની બારી ઉપર જ કરાશે. આ બાબતે સેક્ટર 7ના પીઆઇ ડી. એ. ચૌધરીને પૂછતાં કહ્યું હતું કે કોર્ટની ફિઝિકલ કામગીરી બંધ કરાતાં અને કોરોનામાં લોકો કોર્ટ બહાર એકઠા ન થાય તે માટે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જિ. પં.ના કર્મચારીઓ માટે રસીકરણ
ગાંધીનગર જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વોરીયર્સ કર્મચારીઓને રસીનો ત્રીજો પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી સરદાર સભાખંડમાં શરૂ કરવામાં આવી છે. તમામ કર્મચારીઓને ત્રીજો ડોઝ આપવાની કામગીરી પૂર્ણ થાય નહી ત્યાં સુધી રસી અપાશે.

1257 બાળકો સહિત 7731 લોકોએ રસી લીધી
જિલ્લામાં સોમવારે 7731 લાભાર્થીને રસી અપાઈ હતી, તેમાં 15થી 18 વર્ષનાં 1257 બાળક ઉપરાંત અન્ય વયજૂથના 6474 લાભાર્થીને રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ અપાયો હતો.

સેક્ટર-29માં રસીના ત્રીજા ડોઝનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો
ફ્રન્ટલાઇન વર્કર્સ, હેલ્થવર્કર, 60 વર્ષથી મોટી ઉંમરની કોમોર્બિટ વ્યક્તિઓને રસીનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેક્ટર-29ના અર્બન હૅલ્થ સેન્ટર ખાતે કરાવ્યો હતો.

જિલ્લામાં પહેલા દિવસે 5673 જણાને બુસ્ટર ડોઝ અપાયો
જિલ્લામાં ત્રીજો ડોઝ આપવાના પહેલા દિવસે 5673 લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. તેમાં મનપા વિસ્તારમાંથી 1475 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 4198 લાભાર્થીને ત્રીજો ડોઝ આપ્યો છે. કોરોનાની મહામારીને પગલે સમગ્ર રાજ્યમાં સોમવારથી રસીનો ત્રીજો પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમાં જિલ્લાન મનપા વિસ્તારમાંથી 10,000 જેટલા લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવાનો છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી 152417નો લક્ષાંક આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવ્યો છે.

જિ. પં.ની સામાન્ય સભા ખુલ્લા હોલમાં કરવા સભ્યની માગણી
કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે 12 જાન્યુઆરીએ મળનારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા ખુલ્લા હોલમાં રાખવાની માંગણી સાથે સદસ્યે પ્રમુખને રજૂઆત કરી છે. સભામાં સદસ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પત્રકાર સિવાય અન્ય કોઈને પણ પ્રવેશ ન આપવાની પણ માગણી સદસ્ય અજિતસિંહ રાઠોડે કરી છે. હોલમાં સભા યોજાય તો સંક્રમણને વેગ મળી શકે તેવી શક્યતા રહેલી છે. જેને પરિણામે સરદાર હોલ સિવાય અન્ય મોટા હોલમાં સભાનું આયોજન કરવાની માગણી કરી છે.

સિવિલના માઇક્રોબાયોલોજીના HoD સહિત 5 તબીબ સંક્રમિત
ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના 5 તબીબ આવ્યા છે. તેમાં મેડિસીન, ફિમિયોલોજી, ઇએનટી, માઇક્રોબાયોલોજી સહિતના વિભાગના તબીબો સંક્રમિત થયા છે. તમામ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે. હાલમાં કોરોનાનું સંક્રમણ 5 ગણી ગતિએ વધી રહ્યું છે ત્યારે તેમાં ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના 5 તબીબો પણ કોરોનાની ઝપટમાં આવ્યા છે. તેમાં મેડિસીન ડિપાર્ટમેન્ટના એચઓડી ડૉ. દિનકર ગોસ્વામી, માઇક્રોબાયોલોજી વિભાગના ડૉ.ગૌરીશંકર શ્રીમાળી, ફિઝિયોલોજી અને ઇએનટી વિભાગના 2 તબીબો પણ કોરોનામાં સપડાયા છે.

અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE