ગામડામાં સારવારના ફાંફા વચ્ચે આજે ‘મારું ગામ કોરોના મુક્ત’ના તાયફા થશે..!

SHARE WITH LOVE
 • 21
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  21
  Shares

 

। ગાંધીનગર ।

ગ્રામિણ વિસ્તારોમાં સારવારને અભાવે સેંકડો દર્દીઓ ટળવળી રહ્યા છે, ટપોટપ મરી રહ્યા છે તેમને ઓક્સિજન, રેમડેસિવિર, ફેબિફ્લૂ કે પછી અમદાવાદની SVP જેવી હોસ્પિટલોમાં લાવીને સારવાર આપવાને બદલે ગુજરાત સ્થાપના દિવસ, ૧લી મેને શનિવારે સરકારે ”મારું ગામ કોરોના મુક્ત” આપવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

૧લી મે, શનિવારની સવારે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મારૂ ગામ કોરોના મુક્ત ગામ- અભિયાનનો આરંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંબોધનથી કરવાનું પંચાયત વિભાગે જાહેર કર્યુ છે. બાયસેગ, ઈ-ગ્રામ પવન ચેનલ મારફતે ગુજરાતની બધી જ ગ્રામ પંચાયતોમાં તેનું પ્રસારણ થશે. તેને જોવા અને સાંભળવા સરપંચ, તલાટીઓ સહિત પંચાયતના સભ્યોને ભેગા થવા કહેવાયુ છે. એવી જ રીતે તાલુકા- જિલ્લા પંચાયતોમાં પણ પ્રમુખ સહિતના સભ્યોને કોવિડ-૧૯ના પ્રોટોકોલ જાળવીને બેસવા કહેવાયુ છે. જેમાં કલેક્ટર, DDO સહિતના અધિકારીઓને પણ હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે.

પંચાયત વિભાગનો ઉપરોક્ત પત્ર વાંચીને ચૂંટાયેલા સભ્યોથી લઈને અધિકારીઓ રોષે ભરાયા છે. ટોચના અધિકારીએ કહ્યુ કે, ખેરાળુથી લઈને અંબાજી, બાયડથી શરૂ કરીને ડાકોર, સાયલાથી ચોટીલા સહિત અનેકવિધ ગ્રામ્ય વિસ્તારોેમાં ટેસ્ટીંગ ફેસેલિટી, કોવિડ હોસ્પિટલોના અભાવે નાગરીકો મૃત્યુ પામી રહ્યા છે. નાના શહેરોમાં દર્દીઓ છેતરાઈ રહ્યા છે ત્યારે સરકારમાંથી યુધ્ધના ધોરણે દવાઓ મોકલવા, કોવિડ કેર સેન્ટરો ઉભા કરવા, વેક્સીનેશન માટે પ્રોત્સાહનને બદલે શનિવારે બાયસેગના ટેલિસ્ટિંગને સાંભળવા એકત્ર થવાની સુચનાથી જમીન ઉપર કામ કરી રહેલા અધિકારીઓ પણ ડિસ્ટર્બ થઈ રહ્યા છે.

Source link


SHARE WITH LOVE
 • 21
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  21
  Shares