ગુજરાતના આ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, તમામ હોદ્દેદારોના રાજીનામા

SHARE WITH LOVE

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27  બેઠકો મેળવીને વિપક્ષમાં સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા રાજ્યના અલગ-અલગ ગામડાં અને શહેરોમાં લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

તો પત્રકાર ઈશુદાન ગઢવી અને ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ મોટી સંખ્યામાં લોકો આપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં અલગ-અલગ જગ્યા પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ ક્યાંકને ક્યાંક રોષ હોય તેવું પણ સામે આવ્યું છે.

જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ ભંગાણ સર્જાયુ છે. જામનગર જિલ્લામાં આજની પાર્ટી સંગઠનના જિલ્લા પ્રમુખ સહિત 70 જેટલા હોદ્દેદારોએ તેમના રાજીનામા આપી દીધા છે. મોટી સંખ્યામાં હોદ્દેદાર દ્વારા રાજીનામા આપવામાં આવતા આમ આદમી પાર્ટીના આગેવાનો દોડતા થયા છે. જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાવેશ પટેલની આગેવાનીમાં રવિવારે સાંજે પાર્ટીના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને તેમને સામૂહિક રાજીનામાં ધરી દીધા હતા.

જામનગરના આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે, સતત તેમની અવગણના કરવામાં આવી રહી છે આ ઉપરાંત કાર્યકર્તાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક અગ્રણીઓ દ્વારા પાર્ટીની વિચારધારા મુજબ કોઇ રજૂઆત કે વિરોધ કરવામાં આવે તો તેને તાત્કાલિક દૂર કરી દેવામાં આવે છે અને પ્રદેશ સંગઠનમાં નિર્ધારિત વ્યક્તિઓને અહંમ છે. આ બધી વાતોને ધ્યાનમાં લઇને કાર્યકર્તાઓને એવું લાગે છે કે, તેમની સાથે અન્યાય થાય છે. એટલા માટે જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારોએ તેમના રાજીનામાં આપી દીધા છે.

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાવેશ સભાડીયાએ કહ્યું છે કે, અમે રાજીનામું આપીને પાર્ટીના સંગઠનને દર્શાવવા માગીએ છિએ કે અમે બધા ગ્રાઉન્ડ લેવલ પર મહેનત કરીએ છીએ માત્ર ઓફિસમાં બેસવાથી કઈ થતું નથી. અમે કહેવા માગીએ છિએ કે એક વ્યક્તિની જો હુકમી અમે ચલાવી લઈશું નહીં. આગામી દિવસોમાં અમારી આ બાબતોનું નિરાકરણ નહીં આવે તો અમે પ્રાથમિક સભ્ય પદ પરથી પણ રાજીનામું આપીશું.

સાથે જ આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, પાર્ટી દ્વારા તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું નથી. કાર્યકર્તાઓને સાંભળવામાં આવતા નથી. પાર્ટી દ્વારા જિલ્લાના હોદ્દેદારોની સાથે યોગ્ય ચર્ચા કરવામાં આવતી નથી.

Source:


SHARE WITH LOVE