ગુજરાતના મુખ્યપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર PM મોદીને મળ્યા CM ભુપેન્દ્ર પટેલ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

ગુજરાતના મુખ્યપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દિલ્લી પ્રવાસે છે. દિલ્લીમાં તેમણે પ્રધાનમંત્રી મોદી (PM Narendra Modi) સાથે શુભેચ્છા મુલાકાત કરી. ભુપેન્દ્ર પટેલના આજના કાર્યક્રમ પર નજર કરીએ તો, તેઓ પહેલા તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા. તેમજ તેઓએ રાષ્ટ્પતિ કોવિંદ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

બાદમાં આજે ભૂપેન્દ્ર પટેલ સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયાને પણ મળ્યા હતા. અને હવે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે. PMO India ના અકાઉન્ટથી CM ભુપેન્દ્ર પટેલ અને PM મોદીની મુલાકાતની તસ્વીર શેર કરવામાં આવી હતી.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •