ગુજરાતમાં આફત બનીને આવ્યો એપ્રિલ : જાણો 30 જ દિવસમાં રાજ્યના કેવા થઈ ગયા હાલ

SHARE WITH LOVE
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી પડી છે અને ઘાતક વાયરસના કારણે દરરોજ હજારો લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે એપ્રિલ મહિનો ગુજરાત માટે ભારે સાબિત થયો છે.

 • ગુજરાતમાં એક જ મહિનામાં કોરોનાનો રાફડો ફાટ્યો
 • એક મહિનામાં કોરોના કેસમાં 500%નો વધારો
 • ગંભીર દર્દીઓ અને મૃત્યુઆંક પણ વધ્યો

ગુજરાતમાં માર્ચ મહિનાથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એપ્રિલનો મહિનો ગુજરાતના માથે અતિઘાતક સાબિત થયો છે. એપ્રિલ મહિનાના 30 દિવસમાં હજારો નવા કેસ નોંધાયા અને કેટલાય દર્દીઓએ ચીર વિદાય લીધી.

31 માર્ચ, 202130 એપ્રિલ, 2021વધારો
દૈનિક કેસ236014,605518.85%
એક્ટિવ કેસ12,6101,42,0461026.45%
દૈનિક મોત91731822.22%
ગંભીર દર્દી152613303.28%

એક્ટિવ કેસ વધ્યા, રિકવરી રેટ ધડામ

સતત વધતાં કેસના કારણે રિકવરી રેટમાં ઘટાડો સામે આવ્યો છે. જ્યાં પહેલા ગુજરાતનો કોરોના સામે રિકવરી રેટ 94.43% હતો તે ઘટીને હવે 73.72% રહી ગયો છે, આમ રાજ્યમાં રિકવરી રેટમાં 20.71 ટકાનો ઘટાડો સામે આવ્યો છે. આટલું જ નહીં એક્ટિવ કેસની સંખ્યા તો દસ ગણાથી પણ વધારે વધી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટીને જે 12610 રહી ગયા હતા તે વધીને 1 લાખ 42 હજાર 046ને પાર થઈ ગયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં 1026.45%નો વધારો થયો છે.

ગુજરાતમાં ભયંકર તારાજી

એક્ટિવ કેસની સાથે સાથે રાજ્યમાં કોરોના વાયરસના કારણે મોતનું તાંડવ જોવા મળ્યું છે. રાજ્યમાં માર્ચ મહિનાની તુલનામાં એપ્રિલમાં વધારે દર્દીઓએ આ ઘાતક વાયરસ સામે પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યાં ગુજરાતમાં માર્ચ મહિનામાં દૈનિક મૃત્યુઆંક 9 હતો ત્યાં તે વધીને 173 થઈ ગયો છે. જ્યારે એક મહિનામાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા દર્દીઓની સંખ્યા પણ 152થી વધીને 613 થઈ ગઈ છે. ગુજરાતમાં દૈનિક મૃત્યુઆંકમાં 1822.22 ટકાનો વધારો થયો છે.

કોરોના વાયરસ કેસ અપડેટ : 30, એપ્રિલના આંકડા

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,605 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 173 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 10,180 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,08,368 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 173 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7183 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 613 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,42,046 પર પહોંચ્યો છે.

Source link


SHARE WITH LOVE
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares