ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર, 19 ડિસેમ્બરે મતદાન, 21મીએ પરિણામ

SHARE WITH LOVE

રાજ્યની 10, 879 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર મતદારો આ ચૂંટણીમાં ભાગ લેશે

 • રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી કાર્યક્રમની કરી જાહેરાત
 • 19 ડિસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે પરિણામ
 • રાજ્યની 10 હજાર કરતા વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે.19 ડીસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી થશે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 1 હજાર ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થશે. ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પૂર્ણ કરી. કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર મતદારો આ ચૂંટણીમાં ભાગ લેશે

રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે ગ્રામપંચાયતની ચૂંટણી તારીખો જાહેર કરી
રાજ્યમાં કુલ 10882 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની તારીખો જાહેરાત થતાં જ આજથી આચારસહિતા પણ લાગુ થઇ ગઈ છે. જો ચૂંટણી કાર્યક્રમના તારીખો વિશે વિગતવાર માહિતી મેળવીએ તો ચૂંટણી જાહેરાત તારીખ 22 નવેમ્બર એટલે કે આજ સાંજ 4 વાગ્યાની છે. જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ 29 નવેમ્બર છે એટલે કે ઉમેદવારો આ તારીખથી પોતાની દાવેદારી પત્રક ભરી શકશે.  4થી ડિસેમ્બર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે જે બાદ  6 ડિસેમ્બર ફોર્મ ચેકિંગ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 19 ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન તમામ ગ્રામપંચાયતમાં યોજાશે અને જો જરુર પડે તો 20 ડિસેમ્બરે પુનઃ મતદાન પણ યોજાઇ શકે છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી લોકો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જે બાદ 21 ડિસેમ્બરે મત ગણતરી યોજાશે. 24 તારીખે ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. મતદાન વખતે ચૂંટણી ઓળખકાર્ડ રજૂ કરવું પડશે. કોરોના નિયમનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં નોટાનો પણ ઉપયોગ કરી શકાશે. સમરસ ગ્રામપંચયાત પર કોઈ ચૂંટણી થશે નહીં તેવી જાહેરાત પણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.

ગ્રામપંચાયત ચૂંટણીની તવારીખ

 • 22 નવેમ્બર : ચૂંટણી જાહેરાત
 • 29 નવેમ્બર : નોટીસ અને જાહેરાનામાં પ્રસિદ્ધ કરવાની તારીખ
 • 4 ડિસેમ્બર : ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
 • 6 ડિસેમ્બર : ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવાની તારીખ
 • 7 ડિસેમ્બર : ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ
 • 19 ડિસેમ્બર : મતદાનની તારીખ ( સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી)
 • 20 ડિસેમ્બર : જરૂર જણાય તો પુનઃ મતદાનની તારીખ
 • 21 ડિસેમ્બર : મતગણતરીની તારીખ
 • 24 ડિસેમ્બર : ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ

બેલેટ પેપરથી થશે મતદાન
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે EVM મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે અને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 

કયા જિલ્લામાં કેટલી ગ્રામપંચાયત માટે ચૂંટણી

અમદાવાદ411જામનગર268પાટણ208
અમરેલી528જૂનાગઢ432પોરબંદર135
અરવલ્લી231ડાંગ70બનાસકાંઠા653
આણંદ213તાપી268બોટાદ157
કચ્છ482દાહોદ361ભરૂચ503
ખેડા432દેવભૂમિ દ્વારકા175ભાવનગર437
ગાંધીનગર179નર્મદા200મહિસાગર273
ગીર સોમનાથ299નવસારી322મહેસાણા163
છોટા ઉદેપુર247પંચમહાલ379મોરબી320
રાજકોટ548વલસાડ334સુરત498
વડોદરા329સાબરકાંઠા325સુરેન્દ્રનગર499

કુલ કેટલા મતદારો

 • 1 કરોડ 06 લાખ 46 હજાર 524 પરુષ મતદારો
 • 1 કરોડ 6 હજાર 850 સ્ત્રી મતદારો
 • 2 કરોડ 06 લાખ 53 હજાર 374 કુલ મતદારો

મતદાન મથકો અને મતપેટીની સંખ્યા

 • કુલ મતદાન મથકો- 27085
 • મતપેટીની જરૂરિયાત – 54387
 • ઉપલબ્ધ મતપેટીની સંખ્યા- 64620

કેટલા ચૂંટણી અધિકારી, કર્મચારી અને પોલીસ સ્ટાફ

 • ચૂંટણી અધિકારીઓની સંખ્યા – 2657
 • મદદનીશ ચૂંટણી અધિકારીની સંખ્યા – 2990
 • પોલીંગ સ્ટાફની સંખ્યા – 157722
 • પોલીસ સ્ટાફની સંખ્યા – 58835

ગ્રામ પંચાયતના કેટલા વોર્ડ 

 • 10 હજાર 117 ગ્રામ પંચાયત….88211 ગ્રામ પંચાયતોના કુલ વોર્ડ
 • 65- વિભાજન પંચાયતો- 568 વોર્ડ
 • 697 ગ્રામ પંયાતોની 923 વોર્ડની પેટા ચૂંટણી
 • 10284 સરપંચ ચૂંટાશે
   

ચૂંટણી પહેલા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી
આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં થાય તેવો નિર્દશ ચૂંટણી પંચ દ્વારા કરાયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાનાર છે એવામાં રાજ્યમાં નવી 191 ગામોમાં પંચાયત સ્થાપવા મંજૂરી અપાઇ છે. હાલ રાજ્યમાં 18,225 ગામોમાં 14,929 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે. જેમાં નવી 191 ગ્રામ પંચાયતોને મંજૂરી મળતા હવે રાજ્યમાં 15,120 ગ્રામ પચાયતો થશે, તેમાંથી 10 હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી થશે. પંચાયત વિભાગે ગ્રામપંચાયતોની મંજૂરી માટે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. રાજ્યના 300 ગામો એવા છે જ્યાં વસ્તી 200 લોકોથી ઓછી છે જેમાં કચ્છ સૌથી વધુ 47 ગામોમાં 200 લોકો કરતાં ઓછી વસતી છે. તેવામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ રાજ્ય સરકારે ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપી દીધી હતી. 

Source:


SHARE WITH LOVE