ગુજરાત બહાર સિનીયર નેતાઓ પાસેથી ‘સલાહ’ લેતો હાર્દીક

SHARE WITH LOVE
 • 16
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  16
  Shares

રાજકોટ: હાલમાં જ ગુજરાત બહાર જવા માટે 15 દિવસની છૂટ મેળવનારા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે તેની પ્રથમ મુલાકાતમાં મુંબઈ અને દિલ્હી પસંદ કર્યુ છે. હાર્દીકે એક મુલાકાતમાં કહ્યું કે રાજયમાં ચૂંટણી પછી અને ગુજરાત બહાર જવાની પ્રથમ વવખત અદાલતી મંજુરી મળતા હું મુંબઈમાં એવા અનેક નેતાઓ મળવા આવ્યા હતા જેઓ સાથે અમોએ પ્રચાર કર્યો હતો. હાર્દીક મુંબઈમાં એનસીપીના વડા શરદ પવાર, નિતીન રાઉત, રોહીત પવાર વિ.ને મળતા તેની એનસીપીમાં જોડાયા અંગેની અટકળો શરુ થઈ હતી. હાર્દિકે જો કે કહ્યું કે આ એક શુભેચ્છા મુલાકાત હતી અને સીનીયર નેતાઓ પાસેથી મે કેટલીક સલાહ પણ લીધી છે. બાદમાં તેઓ દિલ્હી પહોંચ્યા હતા જયાં તેઓએ યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓને પણ મળ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે હાલમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ પક્ષે સતાવાર રીતે સામેલ કર્યો ન હતો અને તેની ક્ષમતાનો ઉપયોગ કર્યો નહી તેવી ફરિયાદ કરી હતી અને તેથી તે કોંગ્રેસથી નારાજ હોવાનું મનાતું હતું. જો કે એનસીપીમાં જોડાઈને ગુજરાતમાં તેના માટે કેટલું રાજકારણ છે તે પણ પ્રશ્ર્ન છે.

Source link


SHARE WITH LOVE
 • 16
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  16
  Shares