ગુજરાત સરકારનો મોટો નિર્ણય, મંત્રીઓ અને અધિકારીઓએ સોમ-મંગળ પોતાની ઓફિસમાં રહેવું હાજર

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા વારી કેબિનેટમાં મહત્પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સામાન્ય લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે એક નિયમ બનાવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટના તમામ મંત્રીઓને સૂચના આપી છે કે સોમ, મંગળ બધા મંત્રીઓએ અને અધિકારીઓ ફરજીયાત ગાંધીનગરમાં પોતાની ઓફિસે હાજર રહેવું.

ગુજરાત સરકારના આ નિર્ણય પાછળનો મહત્વનો ઉદેશ્ય છે કે ગાંધીનગર કોઈ પણ ધારાસભ્ય અથવા બીજા લોકો પોતાની સમસ્યા લઈને આવે તો તેનું નિવારણ તાત્કાલિક થાય. બીજું કારણએ પણ છે કે જાહેર જનતાથી લઈ ધારાસભ્ય સુધી કોઈને કામ હોય તો તેને ખબર હોય કે સોમ અને મંગળવારે બધા તેની ઓફિસમાં મળશે. આ કારણથી જે ધક્કા ખાવા પડતા તે પણ બંધ થઈ જશે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •