ગુજરાત હાઈકોર્ટેનો અદભુત નિર્ણય, HC સંકુલના ઓડિટોરિયમમાં જ બનશે કોવિડ કેર સેન્ટર

SHARE WITH LOVE
 • 26
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  26
  Shares

ગુજરાત હાઈકોર્ટ સંકુલમાં આવેલા ઓડિટોરિયમમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા ચીફ જસ્ટીસ વિક્રમ નાથએ ગુજરાત એડવોકેટ એસોસિએશનને મંજૂરી આપી છે. ઓડિટોરિયમમાં જરૂરી બેડ., દવાઓ , મેડિકલ ર્નિંસગ સ્ટાફ્ની વ્યવસ્થા કરવા એસોસિએશનને સૂચના આપી છે.

ચીફ જસ્ટીસ દ્વાર મંજૂરી આપતા પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, ઓડિટોરિયમની ખાલી જગ્યાઓ જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને હોસ્પિટલ અને યોગ્ય નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા કરી અહીં ઓકિસજન સિલિન્ડર સહિતની સુવિધાઓ મુકવામાં આવે. કેર સેન્ટરમાં રસોડુ ઉભું કરવાની જગ્યાએ દર્દીઓને પેકેજ ફુડ જ આપવામાં આવે.

રાજય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલા કોવિડ સારવાર અંગેના તમામ નિયમોનું પાલન કરવામાં આવે. એસોસિએશન જો આ નિયમોનો ભંગ કરશે તો મંજૂરી રદ કરવામાં આવશે. ચીફ જસ્ટીસને લખવામાં આવેલ પ૬માં એવી રજૂઆત કરી છે કે, ગુજરાતભરમાં દરરોજ સરેરાશ એક કે બે વકીલો કોરોનાના લીધે મૃત્યુ પામી રહ્યા છે અને રેમડેસિવિર અને ઓકિસજન જેવી પાયાની જરૂરિયાતો અંગે પણ એસોસિએશન સમક્ષ દરરોજ સંખ્યાબંધ માંગણી આવી રહી છે.

હાઈકોર્ટના ઓડિટોરિયમમં ઉપરના અને નીચેના માળે ફેયેર તરીકે રાખવામાં  આવેલ વિશાળ ખાલી જગ્યાઓ પર કોવિડ કેર સેન્ટર ઉભું કરી શકાય તેમ છે. જયાં ફ્રજ બજાવવા માટે ડોકટર અને ર્નિસગ સ્ટાફ્ની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

Source:


SHARE WITH LOVE
 • 26
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  26
  Shares