ગ્રાઉન્ડ રિપોર્ટ: રાજકોટમાં ધો.1થી 5ની ઓફલાઇન સ્કૂલો શરૂ,25થી 30% બાળકોની હાજરી, કંકુ-તિલકથી સ્વાગત,વાલીઓની ફીમાં રાહત આપવા માંગ

SHARE WITH LOVE

રાજકોટ

સ્કૂલે પહોંચતા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી.

 • સ્કૂલે આવતા વિદ્યાર્થીઓનું સૌપ્રથમ થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવ્યું
 • ક્લાસરૂમમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરાવીને જ વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરાયો

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ધોરણ 1થી 5ના વર્ગો પણ શરૂ થઇ ગયા છે. રાજકોટમાં DivyaBhaskarની ટીમે ન્યુ એરા સ્કૂલની મુલાકાત લઇ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં સ્કૂલ દ્વારા કોરોના ગાઇડલાઇનનનું પાલન કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ પહેલા દિવસે જ 25થી 30% જેટલા બાળકો હાજર રહ્યા હતા. જેમનું શાળા દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે વાલીઓ દ્વારા સરકાર પાસે ફીમાં રાહત આપવા અંગેની માંગ કરવામાં આવી હતી

વાલીઓ દ્વારા સરકાર પાસે ફીમાં રાહત આપવા અંગેની માંગ કરવામાં આવી

વાલીઓ દ્વારા સરકાર પાસે ફીમાં રાહત આપવા અંગેની માંગ કરવામાં આવી

ફી મામલે રાહત આપવામાં તેવી માંગ
20 મહિના બાદ શાળા શરૂ થતાના પ્રથમ દિવસે આજે શાળા દ્વારા બાળકોને સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરાવી કંકુ તિલક કરી બાળકોને ફૂલડે વધાવવામાં આવ્યા હતા. આ સાથે બાળકને શાળાએ મુકવા આવેલ વાલીએ જણાવ્યું હતું કે, આજથી શાળા શરૂ થઇ સારી વાત છે ઓનલાઇન શિક્ષણ સારું છે પરંતુ ઑફલાઈન શિક્ષકો સામે બેસી બાળકો અભ્યાસ કરે તેવો ઓનલાઇન નથી થઇ શકતો. ત્યારે હવે બાળકો સંક્રમિત ન થાય તેની કાળજી શાળા રાખશે તેવી અપેક્ષા રાખી હતી. આ સાથે સરકાર દ્વારા ફી મામલે કોઈ નિર્ણય કરવામાં આવે અને રાહત આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી.

વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવ્યો.

વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવ્યો.

એક સપ્તાહ બાદ 50% આસપાસ હાજરી જોવા મળશે તેવી શક્યતા
આજે પ્રથમ દિવસે શાળામાં ધોરણ 1 થી 5માં 25થી 30% બાળકોની હાજરી જોવા મળી હતી જે આગામી એક સપ્તાહ પછી 50% આસપાસ હાજરી જોવા મળશે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હાલ જે રીતે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તેના કારણે કેટલાક વાલીઓના મનમાં હજુ પણ કોરોના સંક્ર્મણનો ભય સતાવી રહ્યો છે અને તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા સહમત જોવા મળતા નથી.

ઓફલાઈન ભણવામાં વિદ્યાર્થીઓને વધુ રસ છે - ફાઈલ તસવીર

ઓફલાઈન ભણવામાં વિદ્યાર્થીઓને વધુ રસ છે – ફાઈલ તસવીર

20 મહિના બાદ ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ
કોરોના સંક્રમણની શરૂઆત થતા રાજ્યમાં 15 માર્ચ, 2020થી રાજ્યની તમામ સ્કૂલો બંધ કરવામાં આવી હતી. જેમાં સમયાંતરે ધોરણ 6 થી 12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કર્યા બાદ હવે 20 મહિના બાદ ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે.

ન્યૂ એરા સ્કૂલના આચાર્ય રૂબીના ચૌહાણ

ન્યૂ એરા સ્કૂલના આચાર્ય રૂબીના ચૌહાણ

SOP મુજબ સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવા સૂચના
ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ગઈકાલે મહત્વની જાહેરાત કરી આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 5ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવા નિર્ણય કરી અગાઉની SOP મુજબ સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે જો કે શાળા શરૂ કરવાના આગલા દિવસે જહેરાત કરવામાં આવતા વાલીઓના સંમતિ પત્ર લેવા અંગે મૂંઝવણ થતા કેટલીક શાળાએ ગુરુવારને 25 તારીખ થી શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

વાલીઓ અને સંચાલકો શિક્ષણમંત્રીના નિર્ણયને આવકારી રહ્યા છે
લાંબા સમયથી શાળા સંચાલકો અને વાલીઓની માંગ હતી કે, ધોરણ 1 થી 5 માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું જેથી વાલીઓ અને સંચાલકો શિક્ષણ મંત્રીના આ નિર્ણયને આવકારી રહ્યા છે. આ સાથે જ કેટલીક શાળાઓ આગામી 25 તારીખને ગુરુવારથી શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જયારે ઓનલાઇન સંમતિ પત્ર મેળવનાર શાળાએ વાલીઓના સંમતિ પત્ર મેળવી આજથી શાળા શરૂ કરી છે.

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા - ફાઈલ તસવીર

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા – ફાઈલ તસવીર

2 લાખ વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ 2 વર્ષ બાદ શરુ થયું
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા એ જણાવ્યું હતું કે, દિવાળી વેકેશન પૂરું થતા આજથી શૈક્ષણિક કાર્ય શરૂ થઇ રહ્યું છે જેની સાથે શિક્ષણમંત્રીની જહેરાત ને પગલે આજથી રાજકોટ શહેર અને જિલ્લામાં પણ ધોરણ 1 થી 5 ના વર્ગોનું પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં મળી કુલ 2 લાખ વિદ્યર્થિઓનો સમાવેશ થાય છે. આ સાથે બાળકો સંક્રમિત ન થાય એ માટે સમયાંતરે સરકારની ગાઇડલાઇનનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.

સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

 • સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.
 • વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે.
 • વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
 • સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરવી પડશે.
 • ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત રહેશે.
 • રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.
 • આગામી 23 નવેમ્બરથી રાજ્યમાં ધો-9 થી 12ની સ્કૂલો તેમજ પી.જી, મેડિકલ-પેરામેડિકલ ઉપરાંત અંડરગ્રેજ્યુએટ ફાઇનલ યરના વર્ગો શરૂ થશે.
 • બાકીનાં વર્ગો-ધોરણોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને સરકાર પછીથી જાહેરાત કરશે.
 • સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.
 • સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.
 • વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે
 • વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.
 • સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે.
 • આ હેતુસર રાજ્ય સરકારે ઓડ-ઈવન એટલે કે ધોરણ 9 અને 11 માટે અઠવાડિયામાં ત્રણ દિવસ અને 10 તેમજ 12 માટે ત્રણ દિવસ શાળામાં શિક્ષણકાર્ય થાય તેવી વ્યવસ્થા પણ જરૂરિયાત મુજબ ગોઠવવા જણાવ્યું છે.
 • વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.
 • સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.
 • વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
 • જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.
અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE